દીપિકા પાદુકોણની પોસ્ટ ઉપર લોકોએ ટ્રેન્ડ કરી
મુંબઈ, (Bollywood) બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) ડિપ્રેશન અંગે ખુલીને વાત કરતાં દેખાઇ છે. ન ફક્ત ઇન્ટરવ્યૂઝમાં પણ સોશિયલ મીડિયા પર પણ દીપિકાનાં ડિપ્રેશન અંગે પોસ્ટ શેર કરતી રહેતી હતી. ત્યારે હાલમાં પણ તેનાં દ્વારા ડિપ્રેશન અંગે એક જુની પોસ્ટ ખુબજ વાયરલ થઇ રહી છે. આ પોસ્ટ દ્વારા ટ્વટિર પર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ હેશટેગની સાથે સોશિયલ મીડિયા યૂઝર્સે દીપિકા દ્વારા કહેવાયેલી વાતોને ટ્રોલ કરતા નજરે આવ્યાં છે. દીપિકાની આ પોસ્ટ ચાલુ વર્ષનાં જૂન મહિનાની છે જેમાં તેણે લખ્યુ છે કે, ડિપ્રેશન ટ્રીટ થઇ શકે છે. ડિપ્રેશનનો ઇલાજ સંભવ છે.
ડિપ્રેશનને રોકી શકાય છે. સોશિયલ મીડિયા યૂઝર્સે આ હેશટેગની સાથે દીપિકાને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. એક યૂઝર લખે છે, પોતાને મેન્ટલ હેલ્થ એક્સપર્ટ જણાવનારી દીપિકાએ સુશાંતનાં નિધનમાં ડિપ્રેશનની થિયરીને સાબિત કરવાની સંપૂર્ણ કોશિશ કરી. તે પણ વગર તપાસ પૂર્ણ થયે.
હવે તે છુપાઇ ગઇ છે. .બોલિવૂડ ફેક લોકોથી ભરેલું છે. અન્ય એક યૂઝરે દીપિકાની પોસ્ટ પર વ્યંગ કરતાં પોસ્ટ લખી છે, દીપિકા ડિપ્રેશનની એક્સપર્ટ છે. કારણ કે એક દાયકા પહેલાં તે ડિપ્રેશનથી ઝઝૂમી રહી હતી. તો આ હિસાબે તો હું વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ છુ કારણ કે મને ચોથા ધોરણમાં વાંદરાએ બચકું ભર્યુ હતું.SSS