દીપિકા પાદુકોણનો ભીડમાં બેગ ખેંચવાનો પ્રયાસ થયો
મુંબઈ: ઘણી વખત સેલીબ્રિટીઝ એવી પરીસ્થિતિઓમાં ફંસાઇ જાય છે, જેનાં અંગે તેણે ક્યારેય વિચાર્યું નહીં હોય. કોઇ ખાસ જગ્યાએ કોઇ ખાસ અવસરે પોતાનાં પસંદિદા સિતારાની ઝલક જાેવા ઘણી વખત ઉત્સુક થઇ જાય છે. જે ઘણી વખત સેલિબ્રિટીઝ માટે મુશ્કેલી ઉભી કરી દે છે.
કંઇક આવું જ બોલિવૂડની મસ્તાની એટલે કે દીપિકા પાદુકોણની સાથે પણ થયુ છે. દીપિકાનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં તે ભીડથી ઘેરાયેલી નજર આવી રહી છે. તે થોડી ડરેલી લાગે છે. અને ભીડમાંથી નીકળવાનો પ્રયાસ કરે છે. આ સમયે તેની બેગ ખેચવાનો પ્રયાસ થયો હતો. દીપિકા પાદુકોણ સાથે આ ઘટના ત્યારે બની જ્યારે તે શૂટ બાદ પરત આવી એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવાં પહોંચી હતી. દીપિકાએ આઉટલેટની બહાર નીકળતા જાેઇ તેનાં ફેન્સ પાપરાઝીની સાથે ટીશ્યુ વેચનારી કેટલીક મહિલાઓએ તેને ઘેરી લીધી હતી. ફિલ્મ સ્ટાર્સ સાથે આવું ઘણી વખત થાય છે.
આ કારણે જ તેઓને તેમની સાથે બોડીગાર્ડ રાખવા પડે છે. પણ આ વીડિયો જાેયા બાદ ફક્ત એટલું જ કહેવાય કે, બીડ દીપિકાની ટીમ પર ભારે પડી ગઇ હતી. ૨૦૨૦માં લાગેલાં બ્રેક બાદ દીપિકા પાદુકોણ ફરી એક બાદ એક ઘણી હિટ આપવા તૈયાર છે. હાલમાં તે શકુન બત્રાની અનટાઇટિલ્ડ ફિલ્મની શૂટિંગ કરાવી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે અનન્યા પાંડે અને સિદ્ધાંત ચતુર્વેદી નજર આવશે. આ ઉપરાંત તે સાહરૂખ ખાનની સાથે પઠાણમાં નજ રઆવશે. રિતિક અને દીપિકા પણ એક સાથે નજર આવશે. આ ફિલ્મનું નામ ફાઇટર છે.