દીપિકા પાદુકોણ ખુલ્લા જેકેટમાં દેખાઈ
મુંબઈ, દીપિકા પાદુકોણ સોમવારે એરપોર્ટ પર જાેવા મળી હતી. જ્યાં તેની ડ્રેસિંગ સેન્સે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. દીપિકા મોટા કદના બ્લુ પ્રિન્ટેડ ડેનિમ જેકેટ અને લાઇટ બ્લુ હીલ્સ સાથે સફેદ રંગના મોજાંમાં જાેવા મળી હતી.
દીપિકાની આ તસવીરો સામે આવતાં જ સોશિયલ મીડિયા યુઝર્સે તેની ફેશન સેન્સ પર ફરી એકવાર આંગળીઓ ઉઠાવવાનું શરૂ કરી દીધું હતું. લોકોને દીપિકાનું ડેનિમ જેકેટ ભલે પસંદ ન હોય, પરંતુ તેની કિંમત જાણીને તમે તમારી આંગળી દાંત નીચે દબાવી દેશો. દીપિકા પાદુકોણનો એરપોર્ટ લુક એકદમ કેઝ્યુઅલ છે, જે ચાહકોને ઘણો પસંદ આવે છે.
પરંતુ આ વખતે સોશિયલ મીડિયા યુઝર્સને અભિનેત્રીની ફેશન પસંદ નથી આવી. દીપિકા પાદુકોણ એક એવી બોલીવુડ અભિનેત્રી છે જે હંમેશા તેના ફેશનેબલ લુક માટે જાણીતી છે. પરંતુ આ વખતે, દીપિકાના મોટા કદના ડેનિમ જેકેટ અને તેની સાથે પહેરવામાં આવેલા સફેદ મોજાંનું સંયોજન જાેઈને, સોશિયલ મીડિયા યુઝર્સ તેની ફેશન સેન્સ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
દીપિકા પાદુકોણનું ડેનિમ જેકેટ ભલે લોકોને પસંદ ન આવે, પરંતુ આ જેકેટની કિંમત જાણીને તમને શિયાળામાં ચોક્કસથી પરસેવો છૂટી જશે. દીપિકા પાદુકોણના આ ડેનિમ જેકેટની કિંમત ૫૯,૫૦૦ યુરો છે.
એક ફેશન સાઇટ અનુસાર, તેની કિંમત ભારતીય રૂપિયામાં ૫૦ લાખ, ૪૪ હજાર, ૧૧૨ રૂપિયામાં છે. દીપિકા પાદુકોણના પતિ અને ફિલ્મ અભિનેતા રણવીર સિંહને અવારનવાર વિચિત્ર કપડાં પહેરવાને કારણે ટ્રોલ કરવામાં આવે છે.
પરંતુ દીપિકાના આ ડેનિમ અને મોજાં વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે રણવીરની અસર દીપિકા પર જાેવા મળી રહી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, દીપિકા પાદુકોણ અને રણવીર સિંહની ફિલ્મ ૮૩ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણે પ્રખ્યાત ક્રિકેટર કપિલ દેવની પત્ની રોમી ભાટિયાની ભૂમિકા ભજવી છે.SSS