દીપિકા પાદુકોણ બીમાર થઈ તો પ્રભાસ ચિંતામાં મૂકાયો

મુંબઈ, તાજેતરમાં જ પોતાની અપકમિંગ ફિલ્મ Project Kના શૂટિંગ દરમિયાન સેટ પર દીપિકા પાદુકોણની તબિયત ખરાબ થઈ ગઈ હતી. દીપિકા હૈદારાબાદમાં શૂટિંગ કરી રહી હતી. શૂટિંગ વખતે દીપિકાને એકાએક ગભરામણ થવા લાગી હતી જેના કારણે તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી.
તમને જણાવી રહીએ કે આ ફિલ્મમાં દીપિકા પાદુકોણની સાથે બાહુબલી ફેમ પ્રભાસ અને અમિતાભ બચ્ચન પણ જાેવા મળશે. દીપિકાની તબિયત ખરાબ થતાં તેના કો-સ્ટાર પ્રભાસે તેની ચિંતામાં મૂકાઈને શૂટિંગના શેડ્યુલમાં ઘણો બદલાવ કર્યો છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન દીપિકા પાદુકોણની તબિયત ખરાબ થઈ ગઈ હતી.
દીપિકાને એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. દીપિકાને દાખલ કરવામાં નહોતી આવી પરંતુ થોડા કલાક તેને તબીબોની દેખરેખ હેઠળ રાખવામાં આવી હતી. સારવાર પછી દીપિકા સેટ પર પાછી ફરી હતી. પરંતુ હવે એવી જાણકારી સામે આવી છે કે, પ્રભાસે મેકર્સને વિનંતી કરી છે કે શૂટિંગના શિડ્યુલમાં ફેરફાર કરવામાં આવે, જેથી અભિનેત્રીને રિકવર થવાનો સમય મળે. રિપોર્ટ્સ અનુસાર, પ્રભાસે મેકર્સ સમક્ષ વિનંતી કરી છે કે, શૂટિંગને એક અઠવાડિયા માટે પોસ્ટપોન કરવામાં આવે.
પ્રાપ્ત જાણકારી અનુસાર પ્રભાસ અને દીપિકાના એક સાથે ખાસ સીન્સ શૂટ કરવાના હતા, પરંતુ દીપિકાની તબિયત ખરાબ થવાને કારણે પ્રભાસે તેને રિશિડ્યુલ કરવાની માંગણી કરી છે. તેણે વિનંતી કરી છે કે હવે આ શૂટને એક અઠવાડિયા પછી જ શરુ કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે મેડિકલ ટ્રીટમેન્ટ પછી દીપિકા હવે સારો અનુભવ કરી રહી છે. દીપિકાને હોસ્પિટલ લઈ જવામાં આવી તો તબિયત ખરાબ થવાનું કારણ એ જણાવવામાં આવ્યું કે તેના હાર્ટ રેટ વધી ગયા હતા. જાે કે સારવાર મેળવ્યા પછી તે સેટ પર પાછી ફરી હતી.
દીપિકા પાદુકોણ બીમાર થવાને કારણે તેના માતા-પિતા તેમજ પતિ રણવીર સિંહ ચિંતામાં મૂકાઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે દીપિકાના માતા-પિતાનું ઘર હૈદરાબાદમાં છે. પ્રોજેક્ટ કે ફિલ્મમાં દીપિકા અને પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન અને દિશા પટણી પણ મહત્વના રોલમાં જાેવા મળશે.
મોટા પડદા પર પ્રભાસ અને દીપિકાની કેમિસ્ટ્રી પહેલી વાર જાેવા મળશે. દીપિકાની ગણતરી બોલિવૂડની સફળ અને પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં થાય છે. પ્રભાસના અભિનયના પણ ખૂબ વખાણ કરવામાં આવે છે. બાહુબલી ફિલ્મ પછી માત્ર દક્ષિણ ભારત જ નહીં, આખા દેશમાં પ્રભાસના ફેન્સ વધી ગયા હતા.SS1MS