Western Times News

Gujarati News

દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર NCBને સમન પાઠવવામાં આવ્યું

દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રકુલ પ્રીત સિંહ, નમ્રતા શિરોડકરને સમન પાઠવવામાં આવ્યું છે.

સુશાંત સિંહ રાજપૂત (SSR) કેસમાં હવે ડ્રગ્સ એંગલ સૌથી મોટો મુદ્દો બની ગયો છે. NCBના રડાર પર માત્ર બોલિવૂડ સ્ટાર્સ જ નહીં પરંતુ ટીવી સ્ટાર્સ પણ છે. NCB આજે એટલે કે 23 સપ્ટેમ્બરના રોજ અનેક બોલિવૂડ સેલેબ્સ તથા ટીવી સેલેબ્સને સમન્સ પાઠવવાની છે, જેમાં  (Sara ali khan) સારા અલી ખાન તથા દીપિકા પાદુકોણ (Deepika Padukone) , શ્રદ્ધા કપૂર (Shraddha kapoor), રકુલ પ્રીત સિંહ (Rakul preet singh), નમ્રતા શિરોડકરને (Namrata) સમન પાઠવવામાં આવ્યું છે.

દીપિકાની વાત કરીએ તો મેનેજર કરિશ્મા તથા તેની વચ્ચેની ચેટ સામે આવી છે. આ ચેટમાં દીપિકાએ કરિશ્મા પાસે ગાંજો મંગાવ્યો હતો. આ ચેટ 2017ની છે. NCB દીપિકાને સમન પાઠવશે અને તેની આગામી દિવસોમાં પૂછપરછ થાય તેવી શક્યતા છે. દીપિકા હાલમાં ગોવામાં શકુન બત્રાની ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હોવાનું માનવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.