દીપિકા-શોએબ કામમાંથી બ્રેક લઈને ગોવા પહોંચ્યા

મુંબઈ: ટીવી કપલ દીપિકા કક્કડ અને શોએબ ઈબ્રાહિમ કામમાંથી બ્રેક લઈને ગોવા પહોંચ્યા છે. લોકડાઉન ખુલ્યા બાદ કપલ પહેલીવાર એકલા વેકેશન પર ગયું છે અને આ સમયગાળાને બંને ભરપૂર માણી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. આમ તો બંને આ પહેલા લોનાવાલા ગયા હતા, જો કે તેમનો પરિવાર પણ તેમની સાથે ગયો હતો. શોએબ ઈબ્રાહિમે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. જેમાં બંને રોમાન્ટિક પોઝ આપતા જોવા મળી રહ્યા છે. તસવીરની સાથે શોએબે લખ્યું છે કે,
‘તું મને તને વધારે પ્રેમ કરવા માટે પ્રેરિત કરે છે. દીપિકાએ પણ એક તસવીર પોસ્ટ કરી છે. જેમાં તે શોએબ સાથે ફૂડ અને કોફી શેર કરી રહી છે. જેની સાથે તેણે લખ્યું છે કે, હર સફર ખૂબસૂરત હૈ, હમસફર તુમ જો હો. ગોવાના વેકેશન પર જતા લોકો ટુ-વ્હીલર પર જ ફરતા હોય છે. દીપિકા અને શોએબે પણ આ તકને જતી કરી નથી. તેણે એક ટુ-વ્હીલર રેન્ટ પર લઈ લીધું છે અને તેના પર જ બધે ફરી રહ્યા છે. જેની ઝલક દીપિકાએ એક વીડિયો દ્વારા ફેન્સને આપી છે. શોએબ અને દીપિકાએ જે તસવીરો શેર કરી છે.
તેમાં દીપિકા ટોપ અને ડેનિમમાં જ્યારે શોએબ ટી-શર્ટ અને ડેનિમમાં જોવા મળી રહ્યો છે. બિગ બોસ ૧૨ની વિનર અને ટીવી એક્ટ્રેસ દીપિકા કક્કડ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે હંમેશા પોતાના પતિ તેમજ પરિવાર સાથેની તસવીરો શેર કરતી રહે છે. આટલું જ નહીં સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઈંગ પણ વધારે છે. ફેન્સ તેની અને શોએબની જોડીને ખૂબ પસંદ કરે છે. અગાઉ તેણે પતિ સાથેનો એક વીડિયો શેર કર્યો હતો. જેમા બંને પૂલમાં મસ્તી કરતાં જોવા મળ્યા હતા.
દીપિકા કક્કડ એક પારિવારિક વ્યક્તિ છે. એટલે કે તે હંમેશા જ્યાં પણ જાય ત્યાં પોતાના પરિવારને સાથે લઈને જાય છે. એક્ટ્રેસ લોકડાઉન દરમિયાન પણ પરિવાર સાથે ટાઈમ સ્પેન્ડ કરતી જોવા મળી હતી. આ દરમિયાન તેણે પતિની બર્થ ડે અને સાસુ-સસરાની એનિવર્સરી પણ યમ્મી કેક પણ બનાવી હતી તેમજ પોતાની યુટૂબ ચેનલ પર તેની રેસિપી પણ શેર કરી હતી. શોએબ ઈબ્રાહિમની વાત કરીએ તો, થોડા દિવસો પહેલા તે ત્યારે ચર્ચામાં આવ્યો હતો જ્યારે એક યૂઝરે તેને અજીબ સવાલ પૂછ્યો હતો.