દીપિકા, સારા અને શ્રધ્ધાને કલીનચિંટ નહીં: એનસીબી
મુંબઇ, અભિનેતા સુશાંતસિંહ રાજપુતના મોતના મામલામાં ડ્રગ એંગલની તપાસ કરી રહેલ નારકોટિકસ કંટ્રોલ બ્યુરો એનસીબીએ અભિનેત્રીઓ દીપિકા પાદુકોણ સારા અલી ખાન અને શ્રધ્ધાકપુરને કલીનચિટ આપી નથી તપાસ એજન્સી આ ત્રણેય અભિનેત્રીઓના નિવેદનોના મિલાન કરી તેની સમીક્ષા કરી રહી છે. આ સાથે જ બોલીવુડના અન્ય અનેક સિતારા પણ એજન્સીના રડાર પર છે પરંતુ કોઇને પણ સમન જારી કરતા પહેલા એનસીબી યોગ્ય આધાર તૈયાર કરવામાં લાગી છે.
એનસીબીના સુત્રોના જણાવ્યા અનુસાર દીપિકા,સારા અને શ્રધ્ધાની ડ્રગ મામલામાં પુછપરછમાં એક જેવા જ નિવેદનો આપ્યો છે આથી લાગે છે કે ત્રણેય તૈયારીઓ કરી પહોંચી હતી. ત્રણેયના નિવેદનમાં કોઇ વિશેષ વિરોધાભાસ ન હોવાને કારણે એનસીબી હજુ સુધી કોઇ પરિણામ સુધી પહોંચી નથી આ સાથે જ એનસીબીએ સ્પષ્ટ કર્યું છે કે તેણે હજુ કોઇને પણ કલીનચીટ આપી નથી હાલ જયાં સુધી ડ્રગ મામલામાં જેમની પણ પુછપરછ કરવામાં આવી છે તેના નિવેદનોની કડીઓને જાેડવાની સમીક્ષા કરવામાં આવી રહી છે. એનસીબીએ વ્હાટ્સએપ ચેટના આધાર પર ગત અઠવાડીયે દીપિકા,સારા,શ્રધ્ધાં સહિત દીપિકાની મેનેજર કરિશ્માથી કલાકો સુધી પુછપરછ કરી હતી. બોલીવુડ ડ્રગ સિડિકેટ મામલામાં કેટલાક તાર મુંબઇની બહાર પણ જાેડાયેલા છે.HS