દીપ સિદ્ધુ બાદ હવે ઈકબાલ સિંહ ને પણ પોલીસે દબોચ્યો, 50 હજારનું હતું ઈનામ
નવી દિલ્હી: ગણતંત્ર દિવસ ના રોજ દિલ્હી હિંસા મામલે આરોપી ઈકબાલ સિંહની દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલની ટીમે હોશિયારપુર, પંજાબથી ધરપકડ કર્યો છે. ઈકબાલની ધરપકડ માટે તેના પર 50000 રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. આ અગાઉ મંગળવારે 1 લાખ રૂપિયાના ઈનામવાળો મુખ્ય આરોપી દીપ સિદ્ધુ પણ પોલીસની પકડમાં આવી ગયો.
અત્રે જણાવવાનું કે 26 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં લાલ કિલ્લા ઉપરાંત દિલ્હીમાં અનેક સ્થળો પર થયેલી હિંસા બાદ 27 જાન્યુઆરીએ દિલ્હી પોલીસે દીપ સિદ્ધુ અને ઈકબાલ સિંહ સહિત 8 લોકોની ધરપકડ માટે ઈનામ જાહેર કર્યું હતું. સિદ્ધુ પર એક લાખ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું જ્યારે ઈકબાલ ઉપર 50 હજાર રૂપિયાનું ઈનામ હતુ. તેમના વિરુદ્ધ ભડકાઉ ભાષણ આપવા અને ઉપદ્રવ માટે લોકોને ઉક્સાવવાના આરોપમાં કેસ દાખલ થયો હતો. ફરાર થયા બાદ પોલીસ સતત આ લોકોની શોધમાં હતી.