દુઃખમાં પરિવાર જ તમારો સુપરમેન
દુઃખમાં મિત્રો- સગાઓ બધાં જ તમારાથી દૂર થાય છે: માત્ર સમય સુચકતા અને શ્રધ્ધાથી ભગવાન ઉપર વિશ્વાસ રાખવો જાઈએ: દુઃખમાં નાસીપાસ થવાની જરૂર નથી |
“દુઃખ મેં સુમિરન કરે સબ કોઈ, સુખમેં કરે ન કોઈ. જા સુખમે સુમિરન કરે કાહે કો દુઃખી હોઈ”
દરેકના જીવનમાં સુખ અને દુઃખના પ્રસંગો આવતા જ હોય છે. સુખમાં તમારા સૌ કોઈ સાથે હશે પણ જેવુ દુઃખ તમારા જીવનમાં આવે ત્યારે એક પછી એક સૌ કોઈ તમારાથી દૂર થઈ જતા હોય છે પરંતુ જા તમારા દુઃખમાં જે સાથે રહે તેમાં તમારો કોઈ ખાસ મિત્ર કે અજાણી વ્યક્તિ અથવા પરિવારના સભ્યો જ હશે !
સુખમાં સાથે હોય એ નહીં પણ દુઃખના સમયમાં કોઈપણ જાતની ચિંતા કર્યા વિના પડખે આવીને ઉભો રહે એજ સાચો પરિવાર. અહીં આપણે એક પરિવારની વાત કરવા જઈ રહયા છે. દેશની એક જાણીતી કંપનીમાં રૂપેશ ઉચ્ચ હોદ્દા પર છે પત્ની દિકરો અને દિકરી તેમજ માતા-પિતા સાથે સંયુક્ત કુંટુંબમાં આ પરિવાર સુખેથી રહે છે પતિ-પત્ની બંને કમાતા હોવાથી જીવનમાં પૈસા ટકાની કોઈ તકલીફ પડી નથી. સંતાનોના સપના પુરા કરવા રૂપેશ અને તેની પત્ની સતત વ્યસ્ત રહે છે.
પરંતુ એક દિવસ અચાનક રૂપેશને ખબર પડે છે કે કંપની ફડચામાં ગઈ છે પરિવારના સપનાઓ અને ઈચ્છાઓ પૂરી કરવા માટે સતત દોડધામ કરી રહેલા રૂપેશે અનેક પ્રકારની લોન લીધી હોય છે નિયમિત આવક વચ્ચે માથા ઉપર ઉભો થઈ રહેલો કરજના બોજનો આ અનુભવ ક્યારેય રૂપેશને થયો નહોતો પરંતુ કંપનીની વાસ્તવિકતા જાણ્યા પછી રૂપેશ ઉપર મૂંઝવણ અને મુશ્કેલી ઉભી થઈ એટલે હવે અન્ય ફાલતુ ખર્ચાઓ ઉપર કાપ મુકવાનો સમય આવ્યો. પણ ઘોડો છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા જવો ઘાટ સર્જાયો.
હવે આવી પડેલી અણધારી આફત એક નવો વળાંક લે છે. આમ રૂપેશ સહિત અનેક કર્મચારીઓની નોકરી ચાલી જાય છે હવે જયારે કુંટુંબનો એક સભ્ય કમાતો હોય અને આવક બંધ થાય ત્યારે કુંટુંબના સભ્યોની હાલત કેવી થાય તે તો જેણે અનુભવ્યુ હોય તેને જ ખબર પડે ! પરિવારને આ તમામ તકલીફોથી દૂર રાખવાની માનસિકતા અને એના કારણે સત્ય હકીકત ન કહેવાથી કેવી રીતે જાખમી પુરવાર થાય છે અને જયારે પરિવારને આ વાતની ખબર પડે છે ત્યારે કેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આમ રૂપેશે પરિવારનું ભરણપોષણ કરવા બીજી નોકરીની શોધ કરવા કેવી તકલીફો થાય છે. પરિવારમાં નાની અમથી વાતમાં કંકાસ થાય છે. સ્વભાવ પણ ચીડચીડીયો થઈ જાય છે. મિત્રો સંબંધીઓ પાસે હાથ લંબાવવો પડે છે ત્યારે મિત્રો અને સગા- સંબંધીઓ જે તેમની સાથે હતા તે હવે દૂર થતા જાય છે અને સમાજમાં રૂપેશ હાંસી મજાકનું સાધન બનતો જાય છે. એક સમયે એવો વિચાર પણ આવી જાય છે કે આત્મહત્યા કરી જીવનો અંત માણી લેવો.
પણ પરિવારમાં પત્ની સમજુ અને સહનશીલ હોવાથી તેમજ માતા-પિતાની ભગવાન પ્રત્યેની શ્રધ્ધા રૂપેશને અંતિમ પગલુ ભરતા અટકાવે છે. આમને આમ સમય જતા પરિવારના સભ્યો દિકરા-દિકરી મોટા થયા હોય સારી નોકરી મળે છે ત્યારબાદ રૂપેશને પણ સારી જાબ મળી જાય છે. રૂપેશની પત્ની નાસ્તા બનાવી વેચે છે અને આગ ળજતા તેનો નાસ્તાનો ધંધો કેટરીંગમાં ફેરવાય છે સારા ઓર્ડર મળે છે. દરમ્યાન રૂપેશ પણ નોકરી છોડીને પત્નીના કેટરીંગના ધંધામાં સહાય કરવા લાગે છે અને આજે આ પરિવારની મદદથી ફરી પાછો પાટે ચડી ગયો છે અને એક જાણીતી કેટરીંગનો વ્યવસાય આજે શહેરમાં ખૂબ જાણીતો બન્યો છે અને તેની કેટરીંગ કંપનીમાં ૧૮ થી ર૦ માણસો કામ કરી રહયા છે.
અહીં કહેવાનો મતલબ એટલો જ છે કે દુઃખના સમયમાં ભગવાન ઉપર શ્રધ્ધા રાખવી જાઈએ અને જે કામ મળે તે કરી લેવુ તેમજ જેમ સુખના સમય વિતાવ્યા તેજ પ્રમાણે દુઃખનો સમય પણ પસાર કરવો જાઈએ. જિંદગીથી નાસીપાસ થયા વિના ધીરજ અને સમય સૂચકતાથી આગળ વધવુ જાઈએ. આવા કપરા સમયમાં કોઈ મિત્ર કે સગાઓ કામ નથી આવતા પણ પરિવારના સભ્યો જ તમારી સાથે દુઃખમાં ભાગીદાર બનતા હોય છે.