દુકાનદારને ગોળી મારવા જઈ રહેલા આતંકીને સુરક્ષાદળોએ ઠાર કર્યો

શ્રીનગર, જમ્મુ કાશ્મીરના બારામૂલામાં એક દુકાનદારની ગોળી મારવા જઈ રહેલા એક આતંકીને ભારતીય સુરક્ષાદળોએ ઠાર માર્યો છે.મનાઈ રહ્યું છે કે માર્યા ગયેલા આતંકીએ થોડાક દિવસ પહેલા ૨ નાગરિકોની હત્યા કરી હતી. હજું સુધી એ વાતની જાણકારી નથી મળી શકી કે માર્યો ગયેલો આતંકી કયા આતંકી સંગઠન સાથે જાેડાયેલો હતો. ભારતીય સુરક્ષાદળોએ હજું પણ સંપૂર્ણ વિસ્તાર ઘેરી રાખ્યો છે અને સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે.
ભારતીય સુરક્ષાદળોએ આતંકીને પકડવા માટે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતુ. આ ઓપરેશનની વચ્ચે એક આતંકી બારામૂલામાં એક દુકાનદારને ગોળી મારવાની ફિરાકમાં હતો.મનાઈ રહ્યું છે કે આતંકી દુકાનદારને ગોળી મારવા જઈ જ રહ્યો હતો કે ભારતીય સુરક્ષાદળોએ તેને ઠાર કરી દીધો.
આતંકી કયા આતંકવાદી સંગઠનથી હતો તે અંગે જાણકારી મળી શકી નથી. સુરક્ષાદળોના જણાવ્યાનુંસાર મરનાર આતંકી બિહારના નાગરિકોની હત્યામાં સામેલ હતો. મરનારા આતંકી પાસેથી ૧ પિસ્ટલ, ૧ લોડેડ મૈગેજીન અને ૧ પાક ગ્રેનેડ મળ્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું કે મરનારા આતંકીઓની ઓળખ કુલગામ જિલ્લાના જાવેદ આહ વાનીના રુપમાં થઈ છે.HS