દુકાનદારે બુધાલાલ તમાકુના ૬ રૂપિયા વસુલતા બબાલ કરી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Panna-Galla.jpg)
પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) મેઘરજ, અરવલ્લી જીલ્લાના મેઘરજ તાલુકાના વાણિયાવાડા ગામે દુકાનદારે બુધાલાલ તમાકુના ૬ રૂ ગ્રાહક પાસેથી લેતા દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વાતચીત દરમિયાન એક ઇસમે ગ્રાહકને માથામાં લાકડી ફટકારતા ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જેમાં ચાર ઇસમો વિરૂધ્ધ મેઘરજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવા પામી છે.
વાણીયાવાડા ગામના કાન્તિભાઈ ધુળજીભાઈ ડામોર કડીયાકામ અને છુટક મજુરી કરી પોતાના પરીવારનુ ગુજરાન ચલાવે છે જેઓ મંગળવારના રોજ કડિયાકામ કરી પરત ઘરે આવતા હતા તે દરમિયાન વડથલી સ્ટેશન ખાતે રોડ ઉપર આવેલ કાન્તિભાઈ ખાંટની દુકાનમાં બુધાલાલ પડીકી લેવા ગયેલા
તે દરમિયાન દુકાનદારે પણ લોકડાઊનમાં તકનો લાભ લઈ પાંચ રૂપિયાની બુધાલાલ પડીકીના ૭ રૂપિયા માગતા ગ્રાહકે દુકાનદારને કહેલ કે પાંચના બદલામાં છ લો પણ સાત રુપિયા કેમ માગો છો તેવી દુકાનદાર અને ગ્રાહક વચ્ચે વાતચીત ચાલતી હતી તે દરમિયાન નશામાં ધુત ઈસમ સતીષભાઈ રામાભાઈ નિમાના આવ્યો હતો અને ગ્રાહકને કહેતો હતો કે બુધાલાલનો ભાવ વધ્યો છે
અહિયા કેમ વાતો કરે છે કહી અચાનક ઈશ્કેરાઈ જઈ કાન્તિભાઈ ધુળજીભાઈ ડામોરને માથાના ભાગે લાકડી ફટકારતા લોહી નીકળ્યુ હતુ અને જમીન પર નીચે પડી ગયા હતા તેદરમિયાન અન્ય ત્રણ ઇસમો આવી જતા ચારેય ઇસમોએ કાન્તીભાઈને ગડદાપાટુનો માર મારતા કાન્તીભાઈ ધુળજીભાઈ ડામોરે મેઘરજ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા મારામારી અને જાહેરનામાભંગનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.*