દુકાનદારો અને પેટ્રોલપંપના કર્મચારીને ઠગનાર ઝડપાયો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2020/09/Arrested-scaled.jpeg)
સુરત, એસોજી પોલીસે શહેરના જુદા જુદા વિસ્તાર તેમજ અંકલેશ્વરમાં પેટ્રોલ પંપ તથા દુકાનદારોને ખોટી વાતોમાં ભોળવી રૂપિયા છુટા કરાવવાના બહાને તેમની પાસેથી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર એક આરોપીને પકડી પાડ્યો છે. પોલીસે અઠવાલાઈન્સ નવી કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર એક ફલેટમાંથી આરોપીને ઝડપી પાડયો હતો. જેને પકડતાની સાથે અનેક ગુનાઓના ભેદ ઉકેલાઈ ગયા છે.
આ વ્યક્તિને લઈ ઘણા દુકાનદારો પરેશાન હતા નાની રકમ હોવાથી કોઈ ખાસ ફરિયાદ પણ કરતું ન હતું આખરે સુરત એસઓજી ના હાથે પકડાઈ ચુક્યો છે.
સુરત શહેર એસોજી પોલીસને બાતમી મળી હતી કે સુરત શહેરમાં દુકાનદારો તથા પેટ્રોલપંપના કર્મચારીઓને રૂપિયા છુટા લેવાના બહાને તેમની સાથે વાતો કરી રોકડ રકમ લઈ ફરાર થઈ જનાર આ આરોપી અઠવાલાઈન્સની કોર્ટ બિલ્ડીંગ પાસેના રોડ પર ઉભો છે. જે બાતમીના આધારે નવી કોર્ટ બિલ્ડીંગ પાસેથી રાંદેરમાં રહેતા એહમદ રઝાક ઉર્ફે ઐયાન ઝોલ યકીમને ઝડપી પાડયો હતો.
આ ઇસમને પકડી પાડી પોલીસની પુછપરછમાં આ ઈસમ અહેમદ રઝા ઉર્ફે ઐયાન ઝોલે સુરતના સીમાડાનાકા પાસે આવેલા પેટ્રોલપંપ તથા અંકલેશ્વરના પેટ્રોલપંપના કર્મચારી સાથે રૂપિયા છુટા કરાવવા બહાને ઠગાઈ કરી હોવાની કબુલાત કરી હતી. વધુ પૂછપરછમાં શહેર એસઓજી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી અહેમદ રઝા સામે સુરત ઉપરાંત બારડોલી, હાંસોટ, અને અંકલેશ્વર પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે વધુ તપાસ એસોજી પોલીસ કરી રહી છે.HS