દુકાનમાં રાખેલી ખાદ્ય સામગ્રીના સેમ્પલ ફેઈલ જશે તો થશે આટલો દંડ
બનાસકાંઠાની સાત દુકાનના ખાદ્ય સામગ્રીના સેમ્પલ ફેઈલ થતા ૩.૮૦ લાખનો દંડ
પાલનપુર, બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, ડીસા, ભાભર અને લાખણીમાં દુકાન તેમજ વિવિધ પેઢીઓમાંથી ક્રૂડ વિભાગે લીધેલા ખાદ્ય સામગ્રીના સાત સેમ્પલ તંત્રના પરીક્ષણમાં ફેઈલ થતા આ સાત પૈઢીના વેપારી તેમજ એક ઉત્પાદકને પાલનપુરના અધિક નિવાસી નાયબ કલેક્ટર દ્વારા રૂ.૩.૮૦ લાખનો દંડ કરવામાં આવ્યો છે.
આ અંગે વધુ વિગતો જાણવા મળ્યા મુજબ, બનાસકાંઠા જિલ્લામાં ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ રોકવા માટે ક્રુડ વિભાગ દ્વારા અવાર નવાર દુકાનો, રેસ્ટોરન્ટ અને પેઢીમાં ચેકીંગ કરવામાં આવે છે જેમાં શંકાસ્પદ ખાદ્ય સામગ્રીમાં સેમ્પલ લેવામાં આવે છે
જેમાં ફૂડ વિભાગ દ્વારા અગાઉ પાલનપુર, ડીસા, લાખણી અને ભાભર પંથકમાં વિવિધ આઠ દુકાન પેઢીમાંથી મોહન થાળ, લુઝ ધાણા પાવડર, લુઝ મરચા પાઉડર, સોજી મીઠું, પતાસા, શિરફ જેવી જીવન જરૂરી ખાદ્ય સામગ્રીના સેમ્પલ લીધા હતા જે સેમ્પલના પરીક્ષમમાં અક્દાય તેમજ ભેળસેળ હોવાનું બહાર આવતા
આ પેઢીઓ સામે પાલનપુર અધિક નિવાસી નાયબ પેઢીના વેપારી અને એક ઉત્પાદકને મળી કુલ રૂા.૩.૮૦ લાખનો દંડ ફટકાર્યાે છે અને દંડ ભરવામાં કોઈ વેપારી કસૂર કરશે તો તેની મિલકત જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે. જેને લઈ ખાદ્ય સામગ્રીમાં ભેળસેળ કરતાં વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.