Western Times News

Gujarati News

વેપારી મોબાઇલમાં CCTV ચેક કરતો હતો અને તસ્કરો તાળા તોડી રહ્યાનું જોવા મળતા મોટી ચોરી અટકી   

પ્રતિનિધિ દ્વારા ભિલોડા: મોડાસા શહેરમાં ચોર તસ્કર ટોળકી અને ધાડપાડુ ગેંગે પડાવ નાખ્યો હોય તેમ સતત ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તસ્કર ટોળકી ખાખીને ચેલેન્જ આપી રહી હોય તેવું લોકો અહેસાસ અનુભવી રહ્યા છે

ચાર રસ્તા પોલીસ ચોકીથી ફક્ત ૧૦૦ મીટરના અંતરે આવેલ શહેરના જાણીતા શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં રવિવારે રાત્રે ૧૦ વાગે તસ્કરો ત્રાટકયા હતા સદનસીબે શોપીંગ સેન્ટરમાં દુકાન ધરાવતો વેપારી દુકાનમાં લાગેલ સીસીટીવી કેમેરા ઓનલાઈન મોબાઈલમાં જોતો હતો
ત્યારે તસ્કરો દુકાનોના તાળા તોડતા જોવા મળતા આ અંગે શોપિંગના વેપારીઓને જાણ કરતા મોટી સંખ્યામાં વેપારીઓ શોપિંગ સેન્ટરમાં દોડી જતા તસ્કરો ફરાર થઇ ગયા હતા દુકાનદારો પહોંચે તે પહેલા ૫ દુકાનના તાળા તોડી ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો

મોડાસા શહેરના શ્યામસુંદર શોપિંગ સેન્ટરમાં રવિવારે રાત્રે ૧૦ વાગ્યાના સુમારે  તસ્કરો ત્રાટક્યા હતા અને એક પછી એક દુકાનના તાળા તોડી ચોરીની ઘટનાને અંજામ આપવા દુકાનોમાં માલસામાન અને કબાટ તોડી રહ્યા હતા.

શોપિંગના એક વેપારીના મોબાઈલમાં ચોરીને અંજામ આપી રહેલા તસ્કરો જોવા મળતા રાત્રે ૧૦ વાગે જ તસ્કરો ત્રાટકતા વેપારી પણ ચોકી ઉઠ્યો હતો અને આ અંગે શોપિંગના દુકાનદારોને જાણ કરતા દુકાનદારો તાબડતોડ શોપિંગ સેન્ટરમાં પહોંચતા તસ્કરો પલાયન થઇ ગયા હતા

શોપિંગની ૫ દુકાનોના તાળા તોડવા છતાં ચોર ગેંગને રોકડ રકમ હાથ ન લાગતા ફોગટનો ફેરો સાબીત થયો હતો સતત ત્રીજા દિવસે ચોરીની ઘટના બનતા પોલીસના નાઈટ પેટ્રોલિંગના દાવાની હવા કાઢી નાખી હતી.

પોલીસ પણ રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે તસ્કરો સક્રીય થતા શોપીંગ સેન્ટરમાં દોડી પહોંચી હતી અને રાબેતા મુજબ કાર્યવાહી હાથધરી હતી


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.