Western Times News

Gujarati News

દુકાનોની બહાર લગાવેલા CCTV કેમેરા ચોરનાર ત્રિપુટી ઝડપાઈ

આણંદ, આણંદ લોકલ ક્રાઈમબ્રાંચ પોલીસને મળેલી ચોકકસ બાતમીના આધારે સો ફુટ રોડ ઉપર વોચ ગોઠવી એક્ટિવા ઉપર જઈ રહેલા આણંદના ત્રણ યુવાનોને ઝડપી તેમની પાસેથી ચોરીનું એક્ટિવા ઉપરાંત ઉઠાવેલા સીસીટીવી કેમેરા અને ચોરીના સાધનો કબજે લઈ ત્રણેયને આણંદ ટાઉન પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે.

આણંદ એલસીબીના ઈન્ચાર્જ પીઆઈ પી.એ. જાદવ તથા સ્ટાફ પેટ્રોલીંગમાં નીકળ્યો હતો આ દરમિયાન હેકો જાલમસિંહ અને અજયસિંહને બાતમી મળી હતી જેને પગલે ટીમે તરત જ શહેરના સો ફુટ રોડ ઉપર વોચ ગોઠવી હતી ત્યારે નંબર વિનાના એક્ટિવા લઈને ત્રણ યુવાનો આવી રહ્યા હતા.

પોલીસે તેમને રોકી તેમની ડીકી ચેક કરી હતી ત્યારે અંદરથી દસ નંગ સીસીટીવી કેમેરા, ડીસમીશ, કટર, પક્કડ વગેરે મળી આવ્યા હતા. પોલીસે આ અંગે જવાબ માગ્યો ત્યારે તેઓ આધાર પુરાવા રજુ કરી શક્યા નહોતા. એટલે ત્રણેયને એલસીબી મથકે લઈ જવાયા હતા.

જયાં તેમની પુછતાછ કરતા ગત તા.૪ના રોજ જુના બસ મથક સામે જે.પી. રોડ ઉપર આવેલી પાંચ દુકાનો તથા અપના બજાર પાસે આવેલી બે દુકાનો બહાર લગાવેલા સીસીટીવી તેમણે ચોર્યા હતા તે કબુલ કર્યું હતું. આ ઉપરાંત આ ટોળકીએ વિદ્યાનગર અવકુલ હોટલ પાસેથી એક્ટીવા સાત મહિલા પહેલા ઉઠાવ્યું હોવાનું કબુલ કર્યું હતું.

એલસીબી પોલીસે તરત જ તૌસીફ ઈકબાલભઈા વ્હોરા ઉ.વ.રર મુળ રહે. ભેટાસી તા.આંકલાવ હાલ રહે. સામરખા ચોકડી જકાત નાકા રોડ મૌલાના મેન્સન તા.આણંદ, આમીર ઉર્ફે આતીફ સલીમભાઈ શેખ ઉ.વ.ર૦ અને માહીર સત્તારભાઈ વ્હોરા ઉ.વ.ર૦ બંને રહે. સામરખા ચોકડી પાસીે અલેફપાર્કની ધરપકડ કરી હતી અને તેમને આણંદ ટાઉન પોલીસ મથકને સોંપી દીધા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.