દુખાવામાં વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી
સાંધામાં દુખાવાની સાથે સાથે આર્થ્રાઈટિસની શરૂઆતમાં સાંધા અકડાઈ પણ જાય છે. સાંધાઓનું અકડાઈ જવું દિવસના અમુક ભાગમાં ખૂબ જ નોર્મલ બની જતું હોય છે. આયુર્વેદ તો આ રોગમાં સ્ત્રોતોનો અવરોધ દૂર થાય, આમનો સંચય નાશ પામે એવા ઉપાય પરત્વે નિર્દેશન કરે છે.
આયુર્વેદનું કહેવું છે કે વાયુના પ્રકોપ વગર પીડા થતી નથી. વિકૃત બનેલો વાયુ વૃદ્ધિ પામી આમ રક્ત સાથે શરીરના જે જે ભાગમાં જાય છે તે ભાગમાં પીડા વેદના પેદા કરે છે. આર્થરાઇટિસ રોજ બે ચમચી ઑલીવ ઑઈલ લેવાથી અને રોજ ત્રણ અખરોટ ખાવાથી ઓસ્ટીઓ આર્થરાઈટીસ અને રુમૅટોઈડ આર્થરાઈટીસના દુખાવામાં ઘણી રાહત મળે છે.
કુશળ કુદરતી ઉપચારક કેળાં અને સફરજન આ બે ફળોના પ્રયોગ કરાવી આર્થરાઈટીસમાંથી દદીને મુક્તી અપાવી શકે છે. દરરોજ સવાર, બપોર, સાંજ ૧-૧ મોટો ચમચો મધ નીયમીત ચાટવાથી આર્થરાઈટીસ, ગાઉટ તથા અન્દ્ય સાંધાના રોગો મટે છે, કેમ કે મધ શરીરમાં એકઠો થયેલો યુરીક એસીડ ઝડપથી બહાર ફેંકી દે છે.
આર્થરાઈટીસમાં પરેજી આર્થરાઈટીસ ધરાવતા દરેક દદીને જુદો જુદો આહાર માફક આવે છે. આથી બધા જ દદીઓ માટે કોઈ સવવસામાન્દ્ય આહાર નીશ્ચીત કરી શકાય નહીં. વધુ વજન ધરાવતા આર્થરાઈટીસના દદીઓમાં દદવની તકલીફ વધુ જાેવા મળે છે. શરીરમાં સોજાે ઉત્પન્ન કરનાર દરેક આહાર રવ્ય આર્થરાઈટીસના દદનો હુમલો લાવી શકે છે.
આર્થરાઇટિસ એટલે કે વાતરોગ માટે આપણા અનુભવ મુજબ , માયાયોગરાજ ગુગ્ગલ, સિંહનાદ ગુગ્ગલ ,રીલિવા ટેબ, વાતારી તૈલ જેવા ઔષધો નું સેવન નિયમિત અને ચિકિત્સકની સલાહ મુજબ કરવાથી જ સાર પરિણામ મેળવી શકાય છે આથી આ દદીઓએ વજનને સમતોલ રાખતો પોષક રવ્યથી ભરપુર આહાર લેવો જાેઈએ.
એલર્જી હોય તેવી વસ્તુઓ સીવાયની જાતને માફક આવતી તમામ ચીજાે ખાવી જાેઈએ. તમાકુ, ધુમ્રપાન અને દારુ-આલ્કોહોલ સદાંતર બાંધ કરવાં જાેઈએ. ફળો અને શાકભાજીનો ઉપયોગ વધુ કરવો જાેઈએ. આ રોગમાં પણ મહારાસ્નાદિ કવાથ સાથે એંરડતેલનો ઉપયોગ અને આહારમાં લઘુ ભોજન અને લંઘનને વધુ મહત્ત્વ આપે છે.
આ રોગની કોઈ પણ અવસ્થામાં રેતીનો શેક, વાતહર વનસ્પતિઓનું સ્વેદન, વાતહર લેપો, તથા સૂર્યના કિરણો સતત લાભકારી જણાયાં છે. આ રોગના રોગીને જા મધુમેહનો ઉપદ્રવ હોય તો મધપ્રમેહની સારવાર સાથે ન કરવામાં આવે તો લાભ થતો નથી. વળી લોહીના ઊંચા દબાણમાં પણ ઓપરનાં સૂચવેલાં ઔષધો ખૂબજ સમજપૂર્વક વાપરવાં જાઈએ.
આ રોગના રોગી મેદસ્વી હોય તો ક્રમશઃ વજન ઘટાડવું ખૂબ જ મહત્વનું છે અને જ્યાં સુધી વજન પૂરતું ન ઘટે ત્યાં સુધી આ રોગને કાયમનો મટાડવો પણ દુષ્કર બની જાય છે. માટે સાથે સાથે મેદ ઘટે તેવો આહાર યોજી વજન ઘટાડવાના પ્રયત્નો કરવાથી સારો એવો લાભ થાય છે.
ઉપચારોઃ મેથી ભૂકો કરી ૧ ચમચી, ૧ કપ પાણીમાં ઉકાળી, ગાળી નિયમિત રીતે સવાર સાંજ પીવું, આ રીતે ન પી શકાય તો મેથીનો ભૂકો કરી એરંડતેલમાં શેકી બાટલી ભરી લેવી અને ૧ ચમચી સવારે ગરમ પાણી અથવા ગરમ પીણા સાથે લેવી. આમવાતહર, શોથહર, વેદનાહર ટીકડી. ઘટકોઃ શુદ્ધ ગૂગળ ૧૨૦ મિલિ ગ્રામ, સુવર્ણ ભસ્મ ૧.૨ મિલિ ગ્રામ, ત્રિંભડિ ૩૦ મિલિ ગ્રામ, સુરંજાનશીરી ૧૫ મિલિ ગ્રામ, હિરાબોળ ૧૫ મિલિ ગ્રામ, શુદ્ધ કારસ્કર ૩૦ મિલિ ગ્રામ, લસણ ૩૦ મિલિ ગ્રામ, ચંદ્રોદય ૩૦ મિલિ ગ્રામ. ગુગળ વાત રોગનું પ્રમાણિત ઔષધ છે.
એટલું જ નહીં પણ તેનો પ્રભાવ વેદનાહર, વાતહર, શોથહર ઉપરાંત નાડી સંસ્થાન ઉપર પડતો હોવાથી શરીર વાયુની વિકૃતિઓને મટાડી નાડી સંસ્થાનને બળ પ્રદાન કરે છે. ગુગળ સાથેના અન્ય દ્રવ્યો જેવા કે લસણનો વાતહરગુણ, સુરજાનનો સંધીવાતહર ગુણ, હીરાબોળનો પીડા શામક ગુણ, કારસ્કરનો નાડી સંસ્થાન ઉપરનો પ્રભાવ તથા ત્રિંભડિનો આમદોષ નિઃસારણ ગુણનો સુમેળ આ ટીકડીમાં કરવામાં આવ્યો છે. આ ટીકડીમાં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને તે માટે ચંદ્રોદય અને સુવર્ણ ભસ્મનું સૌમ્ય પ્રમાણ આ યોગમાં યોજવામાં આવ્યું છે. જેથી તેની અસર ખૂબ જ ઝડપી બને છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે.
ચિકિત્સા માટે આવતાં આ રોગના રોગીઓમાં એક રોગીને જે ઔષધ લાભદાયી નીવડે છે તે બીજા આ જ પ્રકારના રોગીને માફક નથી આવતું. એટલે કે રોગીની પ્રકૃતિ, રોગની અવસ્થા કે જુદાં જુદાં ઔષધોની યોજના, સામાન્ય રીતે વાતવિધ્વંસ રસ, એકાંગવીર રસ, વાતચિંતામણિ રસ, મલસિંદુર, મહા યોગરાજ ગૂગળ, ગોક્ષુરાદિ ગૂગળ, સિંહનાદ ગૂગળ તથા મહા રાસ્નાદિ કવાથ, એરંડતેલ તેનો ઉપયોગ સવિશેષ છે.
અને ઉપરનાં ઔષધો ચિકિત્સકની સૂચના પ્રમાણે લેવા. મહારાસ્નાદિકવાથઃ ૨૦ ગ્રામ અને પુનર્નવાષ્ટક ક્વાથ ૨૦ ગ્રામ, આ બંન્ને કવાથો જાણીતી ફાર્મસીમાંથી મેળવી લઇ ૨૦-૨૦ ગ્રામ ભૂકો બંન્નેમાંથી લઈ, ૧૬ ગણા પાણીમાં ઉકાળી ચોથા ભાગનું રહે ત્યારે ગાળી સવારે નરણા કોઠે પીવું.
૩ ગ્રામ લસણ પીસી, ૬ ગ્રામ તલનું તેલ કે ઘી અને સીંધવ મેળવી સવારે ખાવાથી સર્વ પ્રકારના વાતવ્યાધી તથા વીષમજ્વર અને વાતકફજ્વર મટે છે. લસણની પાંચ કળીઓ રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે તેને પીસી ગાળી પાણી પીવું. બીજા અઠવાડીયે સાત કળીઓ, ત્રીજા અઠવાડીયે દસ કળીઓ પલાળવી અને એ રીતે પીવી.
ત્રણ અઠવાડીયા પછી એક અઠવાડીયું પ્રયોગ બંધ કરવો, અને ફરી પાછો શરુ કરવો. પ્રયોગ વખતે માખણનું સેવન કરવું જરુરી છે. આ પ્રયોગથી વાતવ્યાધી મટે છે. લકવો એટલે પેરાલીસીસ પણ એક પ્રકારનો વાતરોગ છે. દરરોજ સવારે અડધો કલાક સુર્યસ્નાન તથા પંદરેક મીનીટ બાષ્પસ્નાન લેવું.
બપોરે અને સાંજે પણ પંદરેક મીનીટ લીંબુના રસ મીશ્રીત પાણીનું બાષ્પસ્નાન લેવું. એનાથી ચમત્કારી લાભ જાેવા મળે છે. તજનું તેલ વાતવીકાર પર ચોળવાથી ફાયદો થાય છે. ૨૦ ગ્રામ દ્રાક્ષને ઘીવાળા હાથ લગાડી તવા ઉપર શેકી થોડું સીંધવ અને મરીનું ચુર્ણ લગાડી રોજ સવારે ખાવાથી વાતપ્રકોપ મટી નીર્બળતાથી આવનાર ચક્કર મટે છે.
આયુર્વેદ મુજબ શરીરમાં થતા દુખાવાનું કારણ વાયુ હોય છે. ઉંમર વધતાં વાયુની તકલીફ પણ વધે છે. આથી વાયુકારક આહાર બને ત્યાં સુધી ન લેવો, લેવો પડે ત્યારે એનું પ્રમાણ બને તેટલું ઓછું લેવું. દુખાવો થતો રોકવાનો આ ઉત્તમ ઉપાય છે . દુખાવો દુર કરવા પોતાને અનુકુળ ઔષધ લેવું, દુખાવો દુર કરવાનાં ઘણાં ઔષધો છે.
નગોડનાં પાનને કપડામાં બાંધી પાણીમાં ગરમ કરી દુખાવાના ભાગ પર શેક કરવાથી લાભ થાય છે. નગોડનાં પાનને પાણીમાં ઉકાળી તેની વરાળથી શેક કરવાથી દુખાવો મટે છે. ૧-૧ ચમચો ગોખરુનું ચુર્ણ સવાર સાંજ હુંફાળા દુધ સાથે કે પાણી સાથે લેવાથી.
સર્વ પ્રકારનો દુખાવો દુખાવાઓ મટે છે, વા પ્રધાન પ્રયોગ- ઘણા લાંબા સમય સુધી જાળવી રાખવાથી સ્થાયી લાભ થઈ શકે. એલચી, શેકેલી હીંગ, જવખાર અને સીંધવનો કાઢો કરી તેમાં એરંડીયું મેળવી આપવાથી કમર, હૃદય, દુંટી, પીઠ, મસ્તક, કર્ણ, નેત્ર, પગ વગેરે ઠેકાણે થતું સર્વ પ્રકારનું શુળ મટે છે.
થાક લાગવા પાછળ ઘણાં કારણો હોઈ શકે. પગના સાંધા દુખે છે આથી વાયુવીકાર પણ કારણ હોઈ શકે, પણ ચોક્કસ કારણ તો યોગ્ય આરોગ્ય ચીકીત્સક તમારી સાથે પ્રશ્નોત્તરી કરીને કહી શકે, અને તે મુજબ ઉપાય સુચવી શકાય .સાંધાના દુખાવા વીશે મારી પાસે નીચે મુજબ માહીતી છે, જાે આપને એ ઉપયોગી થાય તો યોગ્ય ખાતરી કરીને અજમાવી શકો.
સાંધાનો દુખાવો સર્વાંગ જાે હોય તો પીલુડીનો સ્વરસ એક એક ચમચી સવારે, બપોરે અને રાત્રે પીવાથી ખુબ રાહત થાય છે.
સ્નાયુઓનો દુખાવો, નગોડના તેલ – નીર્ગુંડી તેલ ની માલીશ કરવાથી, સોજાે અને દુખાવો બંને મટી જાય છે. શરીરના કોઈ પણ ભાગમાં દુખાવો થતો હોય તો સહેજ ગરમ કરેલાં કરંજનાં પાન બાંધવાથી શીઘ્ર ફાયદો થાય છે.,.
સાંધાનો વા, સ્નાયુઓનો દુખાવો, પડખાનો દુખાવો, પગની પાની-એડીનો દુખાવો , આ બધા વાયુપ્રકોપના રોગોમાં લસણ ઉત્તમ ઔષધ છે . લસણપાક, લસણની ચટણી, લસણનો ક્ષીરપાક, લસણનું અથાણું, લશુનાદીવટી વગેરેમાંથી કોઈ એક કે બેનો ઉપયોગ કરવો . અગર, ચંદન અને લીમડાની છાલનું સરખા ભાગે ચુર્ણ કરી તેનો પાણીમાં બનાવેલો લેપ કરવાથી સોજા અને સાંધાનો દુખાવો મટી જાય છે . કમરનો દુખાવો, સ્નાયુનો દુખાવો વગેરે મટે છે.
તેલને નારાયણ તેલ કહે છે. બધી ફાર્મસી બનાવે છે. મહાયોગરાજ ગુગળ., કોઈપણ અંગનો સોજાે, કંપવા તથા સંધીવા-આખા શરીરના સાંધાનો દુખાવો સર્વ પ્રકારના વાયુના રોગોમાં ફાયદો કરે છે. ઓસ્ટીઓ આર્થરાઇટીસ મોટી ઉંમરની વ્યક્તિઓમાં થાય છે. જ્યારે આ રૂમેટોઇડ આર્થરાઇટીસ ૨૫ થી ૫૦ વર્ષની વ્યક્તિઓમાં વધારે થાય છે.
બાળકોમાં પણ ક્યારેક પણ જાેવા મળે છે. આ રોગમાં જાે આવી જાય છે અને સાંધા વચ્ચે આવેલું કર્ટીએજ નકામું અને ખરબચડું બની જાય છે સાંધામાં. જેના કારણે દુખાવો થાય છે. ૧ ટકા લોકો આ રોગથી પિડાય છે. શરીરમાં વાતપ્રકોપ થવાથી આ રોગ ઉત્પન્ન થાય છે. જેમાં દર્દીને સંધી વા ન હોવા છતાં શરીરમાં ખૂબ જ દુખાવો થતો હોય છે.
દર્દીને ર ખભો દુખે બીજી વાર કમર દુખવાની ફરિયાદ કરે. બીજા દિવસે પાછુ ઘૂંટણ દુખવાની ફરિયાદ કરે તો હાથને આંગળીઓમાં દુખાવો થયા કરે. દર્દીની સ્થિતિ કોઈ સમજે નહીં, દર્દી હાસ્યાસ્પદ થઈ રહે. જેને સાદી ભાષામાં ફરતો વા અથવા લોહીના વા તરીકે ઓળખવામાં આવે છે..
આ પ્રકારના વામા આખા શરીરના નાના-મોટા સાંધા દુખે છે અને દુખાવો ખૂબ જ અસહ્ય હોય છે. વીજળીનો ઝાટકો લાગતો હોય તેવું લાગે, બળતરા થાય, બેસાય નહીં. બેઠા પછી ઊભા થવામાં મુશ્કેલી પડે. પલાંઠી વાળતા જીવ નીકળી જાય. સંડાસમાં બેસતા બેસતા આંખમાંથી આંસુ નીકળી જાય. આખા શરીરમાં કળતર થાય, આળસ આવે. ઊંઘવામાં તકલીફ પડે. દાદરા ચડવામાં ખૂબ જ દુખાવો થાય. કયારેક દુખાવો રાત્રે વધે તો ક્યારેક બપોરે વધે. ભોજનની અરુચિ રહે. ચાલવામાં તકલીફ પડે ક્યારેક સમતુલન ગુમાવી દે.
આ પ્રમાણેનો આયુર્વેદિક ઉપચાર વાયુના રોગોમાં અસરકારક ઔષધ ઃ અજમોદાદિ ચૂર્ણ – વાયુ, પિત્ત, કફ જન્ય રોગોમાં ના રોગોની સંખ્યા વધારે છે. અને આજના વાયુવર્ધક આહાર વિહારને કારણે વાયુના રોગો થાય છે પણ વધુ. તેથી આયુર્વેદમાં કહેલા વાયુના અસંખ્ય ઔષધોમાં સરળ, સોંઘું, નિર્દોષ, ઘરગથ્થુ અને અસરકારક હોવાથી અજમોદાદિ ચૂર્ણ વિશે જાણી લેવું જરૂરી છે.
યોગ્ય પથ્યપાલન સાથે લાંબો સમય આ ચૂર્ણના સેવનથી કષ્ટ આપનારા સાધ્ય વાયુના બધા જ રોગો મૂળમાંથી મટે છે. જેમ સૂર્યનાં કિરણો અંધક વધારે કષ્ટ દેનારા વાયુના રોગોને મટાડે છે. નાની ઉંમરમાં થતો અને લગભગ અસાધ્ય જેવો મનાતો રુમેટિક હાર્ટ – હૃદયામવાત પણ આ ઔષધથી મટવાનો સંભવ છે. કેટલીક વાર તો સાવ સામાન્ય કહી શકાય તેવું આ ચૂર્ણ તાત્કાલિક સારવારમાં પણ ઉપયોગી થઈ શકે છે.
આમવાતમાં વીંછીની વેદના જેવી વેદના થતી હોય, રાંજણમાં અસહ્ય પીડા થતી હોય, પ્રતિતૂનીમાં પુષ્કળ પીડ આવતી હોય કે કેડનો દુખાવો ખમી ન શકાય તેવો થતો હોય ત્યારે ગરમ પાણી સાથે લેવાથી અને ગુગળના પાણીમાં ગરમ કરી લેપ કરવાથી તુરત રાહત મળે છે. જાેકે, તેનો લેપ કરવાનો પ્રચાર થયેલ નથી છતાં ઉષ્ણ, વાતઘ્ન, શોથઘ્ન – સોજાે ઉતારનાર, દ્રવ્યો તેમાં હોવાથી લેપ કરીને અનુભવ કરવા જેવો છે .
આમવાતના દર્દીએ તેના સેવન દરમિયાન ખાટું ન ખાવું, દિવસે ન સૂવું, તેલ માલિશ ન કરવી.ન્ય વાયુના રોગોમાં ઠંડો, વાયુકારક, લૂખો ખોરાક ન લેવ ઉજાગરા ન કરવા, ઉપવાસ ન કરવા.
એક અક્ષીર ટીકડી, આમવાથર શોથહર વેદનાહર ટીકડી. આ ગોળીના દ્રવ્યો જાેઈએ તો શું. ગુગ્ગલ,સુ.ભસ્મ, ત્રિભણ્ડી, સુરંજાનશીરી , હીરાબોળ, શુદ્ધ કારસ્કાર, લસણ અને ચંદ્રોદય. વાયુ પ્રકોપ વગર પીડા થતી નથી, વિકૃત બનેલો વાયુ શરીરના જે જે ભાગમાં જાય છે તે તે ભાગમાં વેદના પેદા કરે છે.
આ ટીકડી માં વાતહર દ્રવ્યોનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે આ દ્રવ્યો વિશેષ અસરકારક બને માટે ચંદ્રોદયનો ઉપયોગ સુવર્ણ ભસ્મ સાથે યોગ યોજ્યો છે તેથી તેની અસર ખૂબજ ઝડપી બને છે. પ્લસ ગુગળનો પ્રભાવ વેદનાહર, શોથહર, ઉપરાંત, નદી સંસ્થાન પડતો હોવાથી શરીરની વાયુ વિકૃતિઓ મટાડે છે. લસણ હીરાબોળ પીડાશામક, વાતહર. કારસ્કરનો નાડી સંસ્થાન પર પ્રભાવ. ત્રીભંડીનો આમદોષ નિવારણ ગુણનો સુમેળ આ અનુભવી ટીકડીમાં સુંદર રીતે કરવામાં આવ્યો છે. જેનું સેવન વાતરોગ માટે અનુભવે એક પ્રભાવી ઔષધ જણાયું છે .
પાશ્ચત્ય વૈદકમાં વાતજન્ય વ્યાધિયોને જ્ઞાનતંતુઓ સાથે સંભંધ છે તેમ મનાય છે. જયારે આયુર્વેદના મતે આ દરદ વાતરોગમાંજ આવે છે. જેથી વાતજન્ય અને જ્ઞાનતંતુઓ એટલે કે નુંરોમુસ્ક્યુલર સંબંધિત વાતરોગમાં આ ટીક્ડીવિશેષ લાભપ્રદ ઔષધ પુરવાર થયું છે. જાેડે જાેડે તેનો માલમનું પણ હલકા હાથે માલિશ કરવું તો ધાર્યા પરિણામ ચોક્કસ મળે છે.
ઉપયોગઃ ઘૂંટણનો વા, સંધિવા, કટિશૂળ, સાયટીકા,સ્નુયુશૂળ, આમવાત વિગેરે વાતજન્ય વ્યાધિયોમાં લાભપ્રદ છે. માત્રાઃ ૨ ટીકડી દિવસમાં ૩ વાર અથવા ચિકિત્સકની સૂચના અનુસાર. તો ઉપર જાનેવાલા લક્ષણો હોઈ તો વૈદની સૂચના અનુસાર ઉપયોગ શરુ કરવો અને જાેડે જાેડે ફૂડ અને લિવિંગ હૅબિટ્સમાં પણ ચિકિત્સકની સલાહ મુજબ કરવાથી ખુબ સરસ પરિણામ મેળવી શક્યે છે.