દુધાપુરા ગ્રામ પંચાયતમાં ગેરકાયદેસર રીતે હોદ્દેદારોની ચુંટણી કરી હોવાનો આક્ષેપ
(પ્રતિનિધિ) ગોધરા, ઘોઘબા તાલુકાના દુધાપુરા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સરપંચ અને સભ્ય ને રાજકીય દબાણથી ગેરકાયદેસર રીતે દૂર કરી ગેરકાયદેસર રીતે ડેપ્યુટી સરપંચ ની ચુંટણી કરી હોવાના આક્ષેપ સાથે જિલ્લા વિકાસ અધિકારી પંચમહાલ ને રજૂઆત કરી લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
ઘોઘબા તાલુકાના દુધાપૂરા ગ્રામ પંચાયત માં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં સરપંચ તરીકે વૈશાલીબેન સુરેશભાઈ રાઠવા ચૂંટાઈ આવ્યા હતા અને સુરેશભાઈ ભયલાલભાઈ રાઠવા સભ્ય તરીકે ચુંટાઈ આવ્યા હતા. અમારી સામે પંચમહાલ જિલ્લા યુવા ભાજપ પ્રમુખ કિરણસિંહ ચૌહાણે તેઓની પેનલ ઊભી રાખી હતી.
જેમાં તેઓનો ઉમેદવાર હારી ગયો હતો.બહુમતી સભ્યો પણ અમારા ચૂંટાયેલા હતા. અને અગાઉની બોડીમાં કિરણ ચૌહાણ ડે.સરપંચ હતા જેના કારણે પંચાયત નું તમામ રેકર્ડ તેઓની પાસે રાખતા હતા.તેમને પોતાના શાસન કાળ દરમિયાન સરકારની મનરેગા અને અન્ય વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર કર્યાનો આક્ષેપ પણ આવેદનપત્રમાં કર્યો હતો.
આ અંગે સરકાર ને વારંવાર જે તે વખતે રજૂઆત કરવામાં આવી હતી અને તેઓ દ્વારા કરવામાં આવેલો ભ્રષ્ટાચાર ઉજાગર કર્યો હતો.જેંથી કિરણ ચૌહાણ દ્વારા અરજદારો ને ત્રણ બાળકો છે તેવા ખોટા પુરાવા ઊભા કરી અમારી વિરૂદ્ધ અરજી કરવામાં આવી હતી.
જે અરજી ના અનુસંધાનમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ મામલે અમોને તા.૧૯.૧.૨૦૨૨ ના રોજ નોટિસ બજવી હતી અને જેની સુનાવણી માટે અમને બોલાવ્યા હતા. જે સુનાવણી દરમિયાન અમને સાત દિવસની મુદત તા.૨૪.૧.૨૦૨૨ ની આપવામાં આવી હતી.અને તા.૨૧.૧.૨૦૨૨ ના રોજ અમારી પંચાયત માં ડે.સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી.
જેમાં કિરણસિંહ ચૌહાણે રાજકીય વગ વાપરી તાલુકા વિકાસ અધિકારી ને દબાણ કરતા તેઓએ બારોબાર અમોને તા.૨૦.૧.૨૦૨૨ ના રોજ સસ્પેન્ડ કરતો એક તરફી હુકમ અમને સાંભળ્યા સિવાય કરવામાં આવ્યો હતો અને અમને ડેપ્યુટી સરપંચ ની ચૂંટણીમાં મત આપવા દીધો ના હતો.અને કિરણ સિંહ ને ડે.સરપંચ તરીકે ચૂંટાયેલા જાહેર કરી દેવામાં આવ્યા હતા.
જેથી ગ્રામજનો દ્વારા આ મામલે તાલુકા વિકાસ અધિકારી ને રજૂઆત કરતા તેઓએ ડે.સરપંચ ની ચૂંટણી માટેની મળેલી મિટિંગ મુલત્વી રાખવાનો હુકમ કર્યો હતો તાલુકા વિકાસ અધિકારીને સતા ના હોવા છતાં અમને સાંભળ્યા સિવાય રાજકીય દબાણ ને વશ થઈ અમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે
માટે આ તમામ પ્રક્રિયા કાયદા વિરૂદ્ધ ની હોય તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત અમને ત્રણ સંતાન હોવાના જે ખોટા પુરાવા ઊભા કરવામાં આવ્યા છે અને રેકર્ડ સાથે ચેડા કરવામાં આવ્યા છે તેની પણ તટસ્થ તપાસ થવી જાેઈએ તેવી માંગ પણ કરવામાં આવી હતી.