Western Times News

Gujarati News

દુધ ઉત્પાદન સહકારી મંડળીમાં સેક્રેટરી દ્વારા પાંચ લાખ ઉચાપત

પ્રાંતિજના ધી કાટવાડ-મોયદ દુધ ઉત્પાદન સહકારી મંડળીના ચેરમેન દ્વારા સેક્રેટરી વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં ફરીયાદ

(પ્રતિનિધિ)પ્રાંતિજ, સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ ના કાટવાડ ખાતે આવેલ ધી કાટવાડ-મોયદ દુધ ઉત્પાદક સહકારી મંડળી ના સેક્રેટરી દ્વારા મંડળી માંથી ઉચાપત કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે મંડળી ના ચેરમેન દ્વારા મંડળી ના સેક્રેટરી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરી .

પ્રાંતિજ પોલીસ સ્ટેશન ઉપરથી મળતી માહિતી મુજબ પ્રાંતિજ ના કાટવાડ ખાતે આવેલ ધી કાટવાડ-મોયદ દુધ ઉત્પાદન સહકારી મંડળી ના સેક્રેટરી કરણસિંહ પ્રહલાદસિંહ ચૌહાણ કે જેવો રહે.કાટવાડ કે જેવો દ્વારા તા.૧|૪|૨૦૧૫ થી તારીખ ૩૧|૩|૨૦૨૦સુધીના સમયગાળા દરમ્યાન પોતાના નામનું વાઉચર બનાવી પાંચ વર્ષ ના સમય ગાળા કુલ રૂપિયા – ૫,૦૭,૧૨૬,૨૩ (અંકે રૂપિયા પાંચ લાખ સાત હજાર એકસો છવ્વીસ અને ત્રેવીસ પૈસા ની ઉચાપત કરી

આ રકમ આજદીન સુધી મંડળી ના બેંક ખાતામાં કે મંડળી ને નહી સોંપતા પોતાના અંગત કામમાં ઉપયોગ કરી કાયમી ઉચાપત કરતાં મંડળી ના ચેરમેન જહુસિંહ નાથુસિંહ પરમાર રહે. કાટવાડ દ્વારા આ અંગેની જાણ જિલ્લા રજીસ્ટ્રાર કચેરી હિંમતનગર ખાતે કરી હતી

અને જિલ્લા રજીસ્ટ્રાર ની કચેરી હિંમતનગર કચેરી ના હુકમ થી ધી કાટવાડ-મોયદ દુધ ઉત્પાદન સહકારી મંડળી ના ચેરમેન જહુસિંહ નાથુસિંહ પરમાર દ્વારા પ્રાંતિજ પોલીસ સ્ટેશન માં મંડળી ના સેક્રેટરી વિરૂધ્ધ ફરીયાદ કરતા પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના હેડ કોન્સ્ટેબલ ઈશ્વરભાઈ માવજીભાઈ દ્વારા આઇપીસી કલમ-૪૦૮ મુજબ ગુનોનોધી આગળ ની તપાસ પ્રાંતિજ પોલીસ સ્ટેશન ના પીઆઇ વાધેલા દ્વારા તપાસ હાથધરવામા આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.