દુનિયાના ઊંચા બિલ્ડિંગમાં ખરીદ્યો હતો રાજ કુન્દ્રાએ ફ્લેટ

file
મુંબઈ: અશ્લીલ ફિલ્મો બનાવવાના કેસમાં શિલ્પા શેટ્ટી કુંદ્રાના પતિ અને બિઝનેસમેન રાજ કુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. એવું જાણવા મળી રહ્યું છે કે રાજ કુન્દ્રા ૯ કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. શું તમે રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની સંપત્તિ વિશે જાણો છો? તમે કદાચ જાણીને ચોંકી જશો પણ રાજ કુન્દ્રાનું એક એપાર્ટમેન્ટ દુબઈના જાણીતા બિલ્ડિંગ બુર્જ ખલીફામાં હતું! આ ફ્લેટ રાજ કુન્દ્રાએ તેની સુંદર પત્ની શિલ્પા શેટ્ટી માટે ખરીદ્યો હતો. રાજ કુન્દ્રાએ ૧૯મા ફ્લોર પર આ એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. પરંતુ, રિપોર્ટ્સ મુજબ શિલ્પાએ આ એપાર્ટમેન્ટ એવું કહેતા વેચી દીધું હતું કે આ ફ્લેટ ખૂબ નાનો અને ફેમિલીના હિસાબે ઠીક નથી. મુંબઈમાં જુહૂ બીચ પર સમુદ્ર કિનારે રાજ કુન્દ્રાએ પત્ની શિલ્પા શેટ્ટી માટે શાનદાર વિલા ખરીદી. કરોડોની કિંમતના આ બંગલોમાં રાજ કુન્દ્રા પોતાના પરિવાર સાથે રહે છે.
રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટીની મોંઘી પ્રોપર્ટી લંડનમાં પણ છે. એવું કહેવાય છે કે ઈંગ્લેન્ડના ઉીઅહ્વિૈઙ્ઘખ્તીમાં ૭ બેડરૂમવાળી આ પ્રોપર્ટીનું નામ રાજમહેલ છે. શિલ્પા અને રાજ ઘણીવખત વેકેશન માણવા માટે લંડન આવતા-જતા હોય છે. રાજ કુન્દ્રાએ સગાઈ પર શિલ્પા શેટ્ટીને હાર્ટ શેપ નેચરલ વ્હાઈટ ડાયમંડ રિંગ ગિફ્ટ કરી હતી. જેની કિંમત આશરે ૩ કરોડ રૂપિયા જણાવાઈ રહી છે. રાજ કુન્દ્રાએ લગ્ન પર દુલ્હન શિલ્પા શેટ્ટી માટે રૂપિયા ૫૦ લાખનો લહેંગો ખરીદ્યો હતો.
શિલ્પા શેટ્ટી અને રાજ કુન્દ્રા આલીશાન જીવન જીવવાનું પસંદ કરે છે. તેઓની પાસે પોતાનું એક પ્રાઈવેટ જેટ છે. તેઓ બંને ઘણીવખત પરિવાર સાથે પ્રાઈવેટ જેટમાં ટ્રાવેલિંગ કરે છે. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પાસે ઘણી મોંઘી ગાડીઓ છે. શિલ્પા શેટ્ટીએ જ્યારે બ્લૂ લેમ્બોર્ગિની ખરીદી હતી ત્યારે તે ઈન્ટરનેટ પર ખૂબ છવાઈ ગઈ હતી. રાજ કુન્દ્રા અને શિલ્પા શેટ્ટી પાસે મ્સ્ઉ ઢ૪ જેવી ઘણી શાનદાર ગાડીઓ છે.