Western Times News

Gujarati News

દુનિયાના સૌથી ઉંચા અને ઠંડા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં તૈનાત પહેલી મહિલા શિવા

(એજન્સી)નવી દિલ્હી, મહિલાઓ હવે દરેક ક્ષેત્રમાં પુરુષોના ખભાથી ખભો મિલાવીને આગળ વધી રહી છે. અત્યાર સુધી આપણે જાેયું કે મહિલાઓ ફાઈટર પાઈલટ પણ બને છે અને યુદ્ધ જહાજની કેપ્ટન પણ બની શકે છે.

સેનામાં મહિલાઓનું યોગદાન સમયની સાથે નોંધનીય રીતે વધી રહ્યું છે, Capt Shiva Chauhan of Fire and Fury Sappers became the first woman officer to be operationally deployed in Kumar Post, post completion of arduous training, at the highest battlefield of the world

જેનું ઉદાહરણ છે કેપ્શન શિવા ચૌહાણ. કેપ્ટન શિવા પહેલા એવા મહિલા છે જેમને દુનિયાના સૌથી ઉંચા અને ઠંડા યુદ્ધક્ષેત્ર સિયાચિનમાં તૈનાત કરવામાં આવ્યા છે. આટલુ જ નહીં, પહેલીવાર એવુ બનશે કે આગામી સપ્તાહમાં આયોજિત સ્પેશિયમ પ્રમોશન બોર્ડમાં ભારતીય સેનાના ૨૪૪ મહિલા અધિકારીઓને કર્નલનો રેન્ક આપવામાં આવશે.

એક અધિકારી જણાવે છે કે, ૧૦૮ મહિલાઓને કર્નલ(સિલેક્શન ગ્રેડ)નો રેન્ક આપવામાં આવશે. પહેલા એવુ હતું કે, જેમણે સેવામાં ૨૬ વર્ષ પસાર કર્યા હોય તેમને જ કર્નલ(ટાઈમ-સ્કેલ) રેન્ક આપાવમાં આવતો હતો. હવે વાત કેપ્ટન શિવાની કરીએ તો, ૧૫૬૩૨ ફૂટની ઉંચાઈ પર આવેલી કુમાર પોસ્ટ પર તેમને તૈનાત કરવામાં આવ્યા છે.

આ પહેલા સિયાચિન બેટલ સ્કૂલમાં તેમણે એક મહિના સુધી તાલીમ મેળવી હતી. આ તાલીમમાં બરફની દીવાલ પર ચઢવું, તોફાન આવે તો કેવી રીતે સામનો કરવો, બચાવ કેવી રીતે કરવો તેમજ મુશ્કેલ સમયમાં જીવ કેવી રીતે બચાવવો એ તમામ બાબતો શીખવાડવામાં આવે છે.

એક સીનિયર અધિકારી જણાવે છે કે, મે, ૨૦૨૧માં કેપ્ટન શિવા Combat Support Armsમાં સામેલ થયા હતા. તે ત્રણ મહિના સુધી સિયાચિનમાં વિવિધ એન્જિનિયરિંગ ટાસ્ક માટે ટીમનું નેતૃત્વ કરશે. કેપ્ટન શિવા ચૌહાણ મૂળ રાજસ્થાનના છે અને તેમણે જયપુરથી સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેકનો અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેમણે ચેન્નાઈમાં ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમીમાં પ્રવેશ મેળવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.