દુનિયાના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં ભારતના ૨૧ શહેર

File Photo
નવીદિલ્હી, વર્ષ ૨૦૧૯માં દુનિયામાં સૌથી પ્રદૂષિત પાટનગર શહેરોની કુખ્યાત યાદીમાં દિલ્હી ટોચ પર છે.એક નવા રિપોર્ટથી ખુલાસો થયો છે કે વિશ્વના ૩૦ સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ૨૧ ભારતમાં છે આઇકયુએયર એયર વિજુઅલ દ્વારા તૈયાર ૨૦૧૯ની વિશ્વ વાયુ ગુણવત્તા રિપોર્ટ અનુસાર દુનિયામાં ગાઝિયાબાદ સૌથી પ્રદૂષિત શહેર છે. ત્યારબાદ ચીનમાં હોતત, પાકિસ્તાનમાં ગુજરાંવાલા અને ફૈસલાબાદ અને ત્યારબાદ દિલ્હીનું નામ છે.
વિશ્વના ૩૦ સૌથી પ્રદૂષિત શહેરોમાં સામેલ ૨૧ ભારતીય શહેરોમાં અનુક્રમે ગાઝિયાબાદ,દિલ્હી,નોઇડા ગુરૂગ્મ ગ્રેટર નોઇડા બંધવારી, લખનૌ બુલંદશહેર મુઝફફનગર બાગપત જીંદ ફરીદાબાદ કોરોત ભિવાડી પટણા પલવલ મુઝફફરપુર હિસાર કુટેલ જાધપુર અને મુરાબાદ છે.
દેશોના આધાર આંકડા અનુસાર યાદીમાં બાગ્લાદેશ ટોચ પર છે ત્યારબાદ પાકિસ્તાન મંગોલિયા અને અફગાનિસ્તાન તથા પાંચમા નંબરે ભારત છે જો કે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય શહેરોએ ગત વર્ષોમાં સુધાર કર્યો છે અને આશા છે કે આ કાર્ય તે જારી રાખશે.