દુનિયાની પહેલી કોરોના રસીને લઇને રશિયાના દાવાને ભારતે નકાર્યો
નવીદિલ્હી, કોરોના વાયરસ રસી અંગે રશિયાએ દાવો કર્યો છે કે તેણે કોરોનાની રસી બનાવી છે રશિયાએ દાવો કર્યો છે કે વિશ્વના દેશોએ કોરોનાની પ્રથમ રસી માટેની ઇચ્છા વ્યકત કરી છે.રશિયાએ કહ્યું કે કોરોનાની પહેલી રસી સ્પેટનિક વી ની ફેઝ ૩ ટ્રાયલ ભારત સહિત વિવિધ દેશોમાં કરવામાં આવશે પરંતુ ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રશિયાના દાવાને નકારી કાઠયો છે. ભારત તરફથી કહેવામાં આવ્યું છે કે રશિયા સાથે આવો કોઇ કરાર થયો નથી.
૧૧ ઓગષ્ટને મંગળવારે ગેમલિયા રિસર્ચ ઇન્સિટયુટ અને રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો હતો કે તેણે કોરોના રસી બનાવી છે અને તે આરોગ્ય મંત્રાલયમાં રજિસ્ટર પણ કરાવી છે પરંતુ વિશ્વના નિષ્ણાંતોએ તેની સલામતી અંગે ચિંતા વ્યકત કરી છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનં સ્પટનિક વીની કોરોના રસીની જાહેરાત કરી એવો દાવો કર્યો કે તે વિશ્વની પ્રથમ કોરોના રસી છે જેમાં કોરોના ચેપ એસએઆરએસ સીઓવી ૨ નામનો વાયરસને રોકી શકાય છે.
રશિયાની વેબસાઇટ રશિયા ટુડે એ અહેવાલ આપ્યો છે કે સવારે પુતિને વિશ્વને માહિતી આપી કે પ્રથમ કોરોના વાયરસની રસી તૈયાર છે તેમણે કહ્યું કે આ રસી જીવલેણ વાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ પેદા કરવામાં સક્ષમ છે જે વિશ્વમાં ઝડપથી ફેલાઇ રહ્યો છે અને ઘણા લોકોની હત્યા કરી રહ્યો છે પુતિને તેમની સરકારના સભ્યોને કહ્યું જયાં સુધી હું જાણુ છું આજે સવારે કોરોના વાયરસના ચેપવિરૂધ્ધ રસી નોધાઇ છે તે વિશ્વસની પ્રથમ રસી છે તેમણે વધુમાં કહ્યું કે હું આ રસી તૈયાર કરવામાં સામેલ દરેક વ્યક્તિનો આભાર માનુ છું સમગ ્રવિશ્વ માટે આ મહત્વપૂર્ણ ક્ષણ છે.HS