દુનિયાનુ સૌથી ઝડપી ઈલેક્ટ્રિક પ્લેન તૈયાર

નવી દિલ્હી, જાણીતી કંપની રોલ્સ રોયસે સૌથી વધુ ઝડપથી ઉડી શકતુ ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી છે.આ વિમાન પ્રતિ કલાક 623 કિમીની ઝડપથી ઉડવા માટે સક્ષમ છે.તેની સાથે જ અગાઉના ઈલેક્ટ્રિક પ્લેનનો પ્રતિ કલાક 212 કિમીની ઝડપથી ઉડવાનો રેકોર્ડ પણ તુટી ગયો છે.વિમાનને સ્પિરિટ ઓફ ઈનોવેશન …નામ આપવામાં આવ્યુ છે.તેની બેટરી એટલી પાવરફુલ છે કે તેનાથી એક સાથે 7500 સ્માર્ટ ફોન ચાર્જ થઈ શકે છે.
આ વિમાને તાજેતરમાં થયેલી ટ્રાયલમાં 11 મિનિટમાં 3 કિમીનુ અંતર કાપ્યુ હતુ.વિમાને 202 સેકન્ડમાં 3000 મીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.કંપનીના સીઈઓ વોરેન ઈસ્ટે કહ્યુ હતુ કે, કાર્બન મુક્ત વિમાનોની દીશામાં આ એક મોટી સફળતા છે.એક વખત ચાર્જ કર્યા બાદ પ્લેન 30 મિનિટ સુધી ઉડી શકે છે.કંપની જોકે એક ચાર્જમાં 160 કિલોમીટરની મુસાફરી થઈ શકે તેવી ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે.
રોલ્સ રોયસના નવા પ્લેનમાં 6480 સેલ્સ વાળી બેટરી લગાવવામાં આવી છે.આ બેટરીથી જનરેટ થવા પાવરથી વિમાનના પ્રોપલરને 2200 આરપીએમની ઝડપથી ફેરવી શકાય છે.બેટરી ગરમ ના થાય તે માટે ખાસ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.