દુનિયાને બરબાદ કરવા ચીને કોરોના વાયરસ ફેલાવ્યો : ટ્રમ્પ
નવીદિલ્હી: અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે કોરોના મહામારીના કારણે ભારતમાં વિનાશ વેરાયો છે. સૌથી વધુ જે દેશોને નુકસાન થયું છે તેમાં અમેરિકા અને ભારત આગળ પડતા દેશો છે.
અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને નિશાન બનાવતા કહ્યું હતું કે દુનિયાને બરબાદ કરવા ચીને કોરોના વાયરસ ફેલાવ્યો છે. વાયરસ ફેલાવવા બદલ ચીને દુનિયાભરના કોરોના પ્રભાવિત દેશોને વળતર ચૂકવવું જાેઈએ.
ટ્રમ્પે કહ્યું હતું કે ચીન અમેરિકાને ઓછામાં ઓછું ૧૦ ટ્રિલિયન ડોલરનું વળતર ચૂકવે તો પણ એ પૂરતું નથી. દુનિયાને એ જાણવાનો અધિકાર છે કે વાયરસ ક્યાંથી આવ્યો અને કેવી રીતે ફેલાયો? આ વાયરસ વુહાનની લેબમાંથી ફેલાયો હતો અને તેના કારણે વિનાશ વેરાયો હતો.
ટ્રમ્પે ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તમે જુઓ આજે ભારતની શું સિૃથતિ છે? ભારતમાં મેડિકલ કટોકટી સર્જાઈ ગઈ અને તેના કારણે ભારતને મોટું નુકસાન થયું છે. એની પાછળ ચીન જવાબદાર છે. કોરોના મહામારીએ ભારતમાં કચ્ચરઘાણ વાળી દીધો છે અને એમાંથી બેઠાં થતાં વર્ષો લાગી જશે.