દુનિયાભરની જેલોમાં ૮ હજાર ભારતીય બંધ ,સૌથી વધુ સાઉદ આરબમાં
નવીદિલ્હી: દુનિયાભરના ૮૨ દેશોની અલગ અલગ જેલોમાં લગભગ ૮ હજાર ભારતીય કેદી બંધ છે.આ માહિતી વિદેશ મંત્રાલયે સંસદમાં આપી હતી.મંત્રાલયના જણાવ્યા અનુસાર તેમાં ૪૦૫૮ કેદી છ ખાડી દેશોમાં બંધ છે. આ દેશો ભારતીય પારંપરિક રીતે રોજગાર હેઠળ તકો માટે જાય છે.૨૬૭ ભારતીય કેદી અમેરિકા અને ૩૭૩ યુકેમાં બંધ છે.૧૧ દેશોની જેલોમાં ૧૦૦થી વધુ ભારતીય છે.
૧૫૭૦ કેદીઓની સાથે સૌથી વધુ અપરાધી સાઉદી આરબમાં છે. ત્યારબાદ સંયુકત અરબ અમીરાત છે તેમાં ૧૨૯૨ ભારતીય કેદી છે વિદેશ મંત્રાલયના રેકોર્ડ અનુસાર કુવૈતમાં ૪૬૦ ભારતીય કતરમાં ૪૩૯ બહરીનમાં ૧૭૮ ઇરાનમાં ૭૦ અને ઓમાનમાં ૪૯ ભારતીય બંધ છે.
આ ઉપરાંત વધુ નેપાળ ૮૮૬,ત્યારબાદ પાકિસ્તાનમાં ૫૨૪ ચીન ૧૫૭ બાંગ્લાદેશ ૧૨૩ ભુતાન ૯૧ શ્રીલંકા ૬૭ અને મ્યાંમાર ૬૫ છે. રસપ્રદ વાત એ છે કે અફધાનિસ્તાનમાં કોઇ ભારતીય કેદી નથી મલેશિયામાં ૪૦૯ ભારતીય કેદી છે સિંગાપુરમાં ૭૧ છે ફિલીપીંસમાં ૪૧ ભારતીય છે જયારે તેની જેલોમાં થાઇલેન્ડ ૨૩ અને ઇડોનેશિયામાં ૨૦ છે.
ઓસ્ટ્રેલિયામાં ભારતીયોના ૬૨ મામલા જેલોમાં બંધ છે જયારે કેનેડા અને સાઇપ્રસમાં ૨૩ કેદી છે ફ્રાંસમાં ૩૫ ગ્રીસમાં ૨૨ માલદીવમાં ૨૪ અને સ્પેનમાં ૪૯ ભારતીય કેદી છે.
એક સવાલના જવાબમાં મંત્રાલયે કહ્યું કે વિદેશોમાં ભારતીય મિશન પોસ્ટ સતર્ક રહે છે અને નજીકથી દેખરેખ કરે છે સ્થાનીક કાનુનોના ભંગ અથવા સ્થાનિક કાનુનોના કહેવાતા ભંગ માટે વિદેશોમાં ભારતીય નાગરિકોને જેલમાં નાખવાની ઘટનાઓ થઇ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે જેલમાં બંધ કેદીઓને દર સંભવ કાંસુલર સહાયતા આપવા ઉપરાંત ભારતીય મિશન અને પોસ્ટ પણ જરૂરત પડવા પર કાનુની સહાયતા આપવામાં આવશે મિશન અને પોસ્ટ વકીલોની એક સ્થાનિક પેનલ પણ બનાવી રાખે છે જયાં ભારતીય