દુનિયાભરમાં અત્યાર સુધીમાં કોરોનાથી ૭૦ લાખથી વધુ મોત થયા છે.

Files Photo
નવીદિલ્હી: ગત ૧૯ મહિનાથી કોરોના વાયરસે દુનિયામાં ત્રાસ વર્તાવ્યું છે. દર રોજ હજારો સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યા છે. જાે કે મોતના આંકડાને લઈને સતત સવાલ ઉઠી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે અનેક દેશ કોરોનાના મોતના આંકડાને લઈને સાચી તસ્વીર રજુ નથી કરી રહ્યા. દુનિયાની જાણીતી મેગેજીન ધ ઈકોનોમિસ્ટે દાવો કર્યો છે કે દુનિયાના અનેક દેશો કોરોનાથી થનારા મોતની યોગ્ય જાણકારી નથી આપી રહ્યા. દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં દુનિયામાં ૭૦ લાખથી ૧.૩ કરોડથી વધારે મોત થયા છે.
ધ ઈકોનોમિસ્ટના રિપોર્ટ મુજબ આફ્રીકા અને એશિયા જ નહીં પરંતુ અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ જેવા દેશોએ પણ મોતને લઈને યોગ્ય જાણકારી નથી આપી. મેગેજીનનો આ દાવો મશીન લર્નિગ મોર્ડલના માધ્યમથી કર્યો છે. આમ તો જાેન હોપકિન્સ યૂનિવર્સિટીના આંકડા પર નજર નાંખીએ તો અત્યાર સુધીમાં કોરોનાથી ૩૮ લાખ ૩૦ હજાર લોકોના મોત થયા છે. જ્યારે દુનિયાભરમાં અત્યાર સુધીમાં ૧૭ કરોડથી વધારે લોકો કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે.
એશિયામાં સત્તાવાર આંકડા મુજબ અત્યાર સુધી ૬ લાખ લોકોના મોત થયા છે. જ્યારે ધ ઈકોનોમિસ્ટે દાવો કર્યો છે કે અત્યાર સુધી અહીં ૨૪થી ૭૧ લાખ લોકોના જીવ ગયા છે. લેટિન અમેરિકા અને કેરિબિયન દેશોમાં સત્તાવાર મોતના આંકડા ૬ લાખ છે. જ્યારે મેગેજીને અહીં ૧૫-૧૮ લાખ મોતનો દાવો કર્યો છે. યુરોપમાં સરકારી આંકડા ૧૦ લાખ છે.
જ્યારે અહીં દાવો કરવામાં આવી રહ્યો છે કે ૧૫-૧૬ લોકોના જીવ ગયા છે.ભારતને લઈને દાવો કરતા ધ ઈકોનોમિસ્ટે કહ્યું કે અહીં દર રોજ ૬થી ૩૧ હજાર મોત થયા. પરંતુ સરકારી આંકડામાં દર રોજ ૪ હજાર મોત દર્શાવાયા. ઉલ્લેખનીય છે કે ભારત સરકારે આ દાવને ફગાવી દીધા છે. રિપોર્ટ મુજબ અનેક ગરીબ દેશ મોતના સાચા આંકડા છુપાવી રહ્યા છે.