Western Times News

Gujarati News

દુનિયાભરમાં કોરોનાના કારણે ૪૦ લાખ લોકોએ જીવ ગુમાવ્યા

નવીદિલ્હી: કોરોનાથી દુનિયાભરમાં ૪૦ લાખ લોકોના મોત થયા છે. ત્યારે વાયરસના ડેલ્ટા સ્વરુપના સામે આવ્યા બાદ રસીકણની જરુરિયાત પણ વધી ગઈ છે. ત્યારે દોઢ વર્ષમાં થયેલા મોતના આ આકંડા પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ ઓસલોના અનુમાન મુજબ ૧૯૮૨ બાદ દુનિયામાં થનારા તમામ યુદ્ધોમાં મરનારા લોકો સમાન છે.

પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટના અનુમાનની સરખામણીએ જાેન હોપકિંસ યુનિવર્સિટીના સત્તાવાર સૂત્રો દ્વારા સંકલિત આકંડા અનુસાર છે. કોરોનામાં મરનારાની સંખ્યા દર વર્ષે દુનિયા ભરમાં મરનારા રોડ અકસ્માત કરતા ત્રણ ગણી વધારે છે. આ લોસ એન્જેલસ અથવા જાેર્જિયાની વસ્તી બરાબર છે. આ સંખ્યા હોંગકોંગની અડધી વસ્તીથી વધાર છે.

તેમ છતાં લોકોનું માનવું છે કે આ સંખ્યા વાસ્તવિત સંખ્યા નથી. કેમ કે કાંતો કેટલાક મામલા નજરમાં નથી આવ્યા અથવા કેટલાકને જાણી જાેઈને છુપાવવામાં આવી રહ્યા છે. રસીકરણ શરુ થયા બાદથી દર રોજ થનારા મોત ઘટીને લગભગ ૭૯૦૦ પર આવી ગયા છે જે જાન્યુઆરીમાં દર રોજ ૧૮,૦૦૦થી ઉપર થઈ રહ્યા છે. આ દરમિયાન ભારતમાં મળનારા ડેલ્ટા સ્વરુપે દુનિયામાં હડકંપ મચ્યો છે જે રસીકરણમાં સફળ રહેલા અમેરિકા તથા બ્રિટનમાં ઝડપથી ફેલાઈ રહ્યા છે.

દુનિયામાં કોવિડ ૧૯માં જીવ ગુમાવનારા નવા આંકડા આવ્યા બાદ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)ના પ્રમુથ ટેડ્રોસ એડહેનોમ ઘેબરેયેસસે કહ્યું આ મહામારી એક ખતરનાક સ્થિતિમાં છે. તેમણે કહ્યું કે ૪૦ લાખ મોતના આંકડા વાસ્તવિક સંખ્યાથી ઓછા છે કેમ કે અનેક જગ્યાઓ પર આની યોગ્ય જાણકારી આપવામાં નથી આવી રહી. આ દરમિયાન તેમણે રસી અને સુરક્ષના ઉપકરણોની જમા ખોરી કરી રહ્યા છે. અમીર દેશોની ટીકા પણ કરી. પ્રતિબંધમાં ઢીલ આપી રહેલા દેશોને લઈને તેમણે કહ્યું કે તેઓ એવી રીતે કામ કરી રહ્યા છે જાણે મહામીરી પહેલા જ ખતમ થઈ ગઈ છે. રસીકરણ છતાં એમ ન માનવું જાેઈએ કે મહામારી ખતમ થઈ ગઈ.

સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટોનિયો ગુટેરસે વૈશ્વિક રસીકરણ યોજના પર ભાર મુક્તા કહ્યું કે દુનિયા આજે મહામારીના કારણે એક તરફ દુઃખદ આંકડા પર પહોંચી ગઈ. ૪૦ લાખ જિંદગીઓ વાયરસના કારણે ખતમ થઈ ગઈ. જેથી વધુમાં વધુ લોકોનું રસીકરણ થવું જાેઈએ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.