Western Times News

Gujarati News

દુનિયાભરમાં પ્રત્યેક 10 માંથી 1 વ્યક્તિ હશે કોરોના પોઝિટિવ: WHO

જિનેવા, WHOએ ખુલાસો કર્યો છે કે દુનિયાભરમાં દરેક 10 માંથી 1 વ્યક્તિ કોરોના વાયરસથી સંક્રમિત થઇ શકે છે, કોરોના વાયરસને લઇને સોમવારે યોજાયેલી WHOનાં 34 સભ્યોનાં કાર્યકારી બોર્ડની બેઠકમાં ડો. માઇકલ રેયાને કહ્યું કે શહેર અને ગ્રામીણ વિસ્તારોની સંખ્યામાં પરિવર્તન થઇ શકે છે, તેમણે સ્પષ્ટ કર્યું કે તેનો મતલબ એ નથી કે કે દુનિયાની મોટાંભાગની વસ્તી ખતરામાં છે

નિષ્ણાતોએ પહેલા પણ કહ્યું છે કે કોરોના વાયરસનાં જેટલા પણ કેસ ગણાવવામાં આવી રહ્યા છે વાસ્તવમાં તેનાથી વધું લોકો સંક્રમણનો શિકાર છે, તેનું કારણ તે બતાવવામાં આવે છે કે કોરોના અસરગ્રસ્ત દેશોમાં પાયાની આરોગ્ય સેવાઓનો અભાવ છે, આ કારણે ન તો સમયસર કોરોનાનો ટેસ્ટ થાય છે, કે બિમાર લોકોને યોગ્ય સારવાર મળે છે.

WHOએ કટોકટી કેસો અંગેનાં વડા ડોક્ટર માઇકલ રેયાન પહેલાથી જ કહીં ચુક્યા છે કે દુનિયામાં ક્યાંય પણ હર્ડ ઇમ્યુનિટીની સ્થિતી નથી, તેમણે કહ્યું હતું કે આપણે હર્ડ ઇમ્યુનીટી પ્રાપ્ત કરવાની આશા રાખવી જોઇએ નહીં, તેમણે કહ્યું કે વૈશ્વિક વસ્તી તરીકે આપણે હજું એ સ્થિતીની આસપાસ પણ નથી જે વાયરસનાં ફેલાવાને રોકવા માટે જરૂરી છે.

WHOનાં ડાયરેક્ટરનાં સિનિયર સલાહકાર ડો. બ્રુસ એલવાર્ડે કહ્યું કે કોરોના વાયરસ વેક્સિનની સાથે વ્યાપક વેક્સિનેશનનો હેતું વિશ્વની 50 ટકાથી વધું વસ્તીને તેનો લાભ આપવાનો હશે, તે માટે WHO એક મોટી યોજના પર કામ કરી રહ્યું છે, જેનાથી વેક્સિન દુનિયાનાં તમામ દેશો સુંધી પહોંચાડી શકાય.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.