દુનિયાભરમાં ૨૪ કલાકમાં ૫.૪૦ લાખ કોરોનાના કેસ, ૧૧ હજારના મોત
નવીદિલ્હી, દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જારી છે દુનિયાના ૨૧૮ દેશોમાં ફેલાઇ ચુકેલ કોરોના વાયરસનો પ્રકોપ અટકવાનું નામ લઇ રહ્યો નથી ગત ૨૪ કલાકમાં કોરોના વાયરસના ૫.૪૦ લાખથી વધુ નવા મામલા સામે આવ્યા છે જયારે ૧૦,૯૫૩ કોરોના સંક્રમિતોના મોત થયા છે. દુનિયાના સૌથી શક્તિશાળી દેશ અમેરિકામાં સૌથી વધુ મોત થયા છે.ત્યારબાદ મેકિસકતો ઇટાલી બ્રાઝીલ પોલાંડ રશિયા બ્રિટેન ભારતમાં મોતના સૌથી વધુ કેસ આવ્યા છે જયારે ફ્રાંસને છોડી હવે રશિયા સૌથી વધુ સંક્રમિતોની યાદીમાં ચોથા નંબર પર આવી ગયું છે.
દુનિયામાં અત્યાર સુધી છ કરોડ ૧૨ લાખ મામલા સામે આવી ચુકયા છે જયારે અત્યાર સુધી ૧૪ લાખ ૩૬ હજાર લોકોના મોત નિપજયા છે જયારે ચાર કરોડ ૨૩ લાખથી વધુ લોકો ઠીક પણ થઇ ચુકયા છે એક કરોડ ૭૪ લાખ ૬૮ હજાર લોકો હજુ પણ કોરોના સંક્રમિત છે તેની સારવાર ચાલી રહી છે.
અમેરિકા સૌથી પ્રભાવિત દેશોમાં ટોચ પર છે સૌથી વધુ તેજીથી મામલા અમેરિકામાં વધી રહ્યાં છે અમેરિકામાં ગત ૨૪ કલાકમાં એક લાખ ૮ હજારથી વધુ નવા કેસ આવ્યા છે ત્યારબાદ ભારતનો નંબર આવે છે ભારતમાં ૯૩ લાખ કોરોના સંક્રમિત થયા છે જયારે ગત ૨૪ કલાકમાં ૪૩ હજાર મામલા વધ્યા છે જયારે બ્રાઝીલમાં છેલ્લા ચોવીસ કલાકમાં ૩૭ હજાર મામલા નોંધાયા છે.
દુનિયાના ૧૪ દેશોમાં ૨૦ હજારથી વધુ કોરોના દર્દીઓના મોત થઇ ચુકયા છે તેમાંથી નવ દેશ એવા છે જયાં ૪૦ હજારથી વધુ મોત થયા છે.દુનિયામાં ૫૬ ટકા લોકોના જીવ ફકત છ દેશોમાં ગયા છે તેમાં અમેરિકા બ્રાઝીલ ભારત મેકિસકો બ્રિટેન ઇટાલી છે જયારે ૨૪ દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર થઇ ચુકી છે તેમાં ઇટાલી પેરૂ સાઉથ આફ્રિકા ઇરાન જર્મની પોલાંડ અને ચિલી સામેલ છે.
ભારત દુનિયામાં સૌથી વધુ સંક્રમોતના મામલામાં બીજા નંબર પર છે એટલું જ નહીં સૌથી વધુ મોતના મામલામાં ત્રીજા નંબર પર છે.આ સાથે ભારત એવો સાતમો દેશ છે જયાં સૌથી વધુ એકિટવ કેસ છે સૌથી વધુ એકિટવ કેસ અમેરિકા ફ્રાંસ ઇટાલી બેલ્જિયમ બ્રાઝીલ અને રશિયામાં છે.HS