દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા ૧૨ કરોડની નજીક પહોંચી
નવીદિલ્હી: પુરી દુનિયા ગત એક વર્ષથી વધુ સમયથી કોરોના મહામારીના પ્રકોપથી ઝઝુમી રહી છે અત્યાર સુધી લાખો લોકોના જીવ આ મહામારીના કારણે થઇ ચુકયા છે જયારે કરોડો લોકો તેનાથી સંક્રમિત થયા છે. હજુ પણ કોરોના સંક્રમણનો પ્રકોપ જારી છે.
પુરી દુનિયામાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૧,૯૪,૮૭,૧૦૭ થઇ ગઇ છે તો મૃત્યુ પામનારાઓની સંખ્યા ૨૬.૩ લાખથી વધુ થઇ ગઇ છે જયારે ૭.૬ કરોડથી વધુ લોકો આ મહામારીથી રિકવર થઇ ચુકયા છે. દુનિયાભરમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ અમેરિકા પ્રભાવિત છે જયારે બીજા નંબર પર બ્રાઝીલ છે અને ત્રીજા નંબર પર ભારત છે.
એ યાદ રહે કે કોરોનાના વધતા મામલા વચ્ચે દુનિયાભરમાં રસીકરણ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી ૩૪૫ મિલિયન ડોઝ આપવામાં આવી છે કોરોના રસીકરણ અભિયાનમાં ઉત્તરી અમેરિકા અને યુરોપના દેશ એશિયા અને આફ્રિકાના મોટાભાદના દેશોથી આગળ છે.
કોરોનાથી પ્રભાવિત દુનિયાના ટોપ ટેનમાં અમેરિકામાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨,૯૬,૩૩,૬૯૭ છે જયારે કુલ મૃતકોની સંખ્યા ૨,૭૭,૧૦૨ છે આવી જ રીતે બ્રાઝીલમાં કુલ સંક્રમિતો ૧૧૪૩૯૫૫૮ અને કુલ મૃત્યુ ૨૭૭૧૦૨ ભારત ૧૧૩૫૯૯૫૭ અને કુલ મૃત્યુ ૧૫૮૬૫૦ રશિયા ૧૩,૯૦, ૬૦૮ અને ૯૨,૦૯૦,રશિયા કુલ સંક્રમિતો ૪૩,૯૦,૬૦૮ અને કુલ મૃત્યુ ૯૨,૦૯૦,બ્રિટેન સંક્રમિતો ૪૨,૫૩,૮૨૦ અને મૃત્યુ ૧૨૫૪૬૪,ફ્રાંસ ૪૦,૪૫,૩૧૯ અને મૃત્યુ ૯૦,૩૧૫,ઇટાલી સંક્રમિતો ૩૨,૦૧,૮૩૮ અને કુલ મૃત્યુ ૧,૦૧,૮૮૧ સ્પેન સંક્રમિતો ૩૧,૮૩,૭૦૪ અને મૃત્યુ ૭૨,૨૫૮,તુર્કી સંક્રમિતો ૨૮,૬૬,૦૧૨ અને મૃત્યુ ૨૯,૪૨૧ છે આવી જ રીતે જર્મનીમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૨૫,૬૯,૮૫૦ અને કુલ મૃત્યુ પામેલાઓની સંખ્યા ૭૩,૯૦૭ છે