Western Times News

Gujarati News

દુનિયામાં કોવિડ ૧૯થી ૧૭.૮૯ લાખથી વધુ લોકોના મોત થયા

નવીદિલ્હી, વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સતત વધતા પ્રકોપ વચ્ચે આ મહામારીથી અત્યાર સુધી ૮.૧૩ કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૧૭.૮૯ લોકોથી વધુ લોકોના મોત થયા છે.અમેરિકાની જાે હોપકિન્સ યુનિવર્સિટીના વિજ્ઞાન અને એન્જીનીયરીંગ કેન્દ્રી (સીએસએસઇ) તરફથી જારી આંકડા અનુસાર વિશ્વના ૧૯૧ દેશોમાં કોરોના વાયરસથી અત્યાર સુધી ૮,૧૯,૬૮,૪૪૮ લોકો સંક્રમિત થયા છે જયારે ૧૭ લાખ ૮૯ હજાર સાત દર્દીઓના મોત થયા છે.

કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત અમેરિકામાં સંક્રમિતોની સંખ્યા એક કરોડ ૯૫ લાખને પાર કરી ચુકી છે જયારે ૩,૩૮,૫૬૧ લોકોના મોત નિપજયા છે. સંક્રમણોના મામલામાં બીજાે સૌથી મોટો દેશ ભારતમાં સંક્રમિતોની સંખ્યા એક કરોડ બે લાખ ૪૪ હજારથી વધુ થઇ ગઇ છે જયારે ૯૮.૩૪ લાખથી વધુ લોકો સંક્રમણ મુકત થયા છે. નવા મામલાની સરખામણીમાં સ્વસ્થ થનારાઓની સંખ્યા વધુ રહેવાથી સક્રિય મામલા ઘટી ૨.૬૨ લાખ રહી ગયા છે.જયારે મૃતકોની સંખ્યા વધી ૧,૪૮,૪૩૯ થઇ ગઇ છે.

બ્રાઝીલમાં કોરોના વાયરસની ચપેટમાં આવનારા લોકોની સંખ્યા ૭૫.૬૩ લાખથી વધુ થઇ છે જયારે આ મહામારીથી ૧,૯૨,૬૮૧ દર્દીઓના મોત નિપજયા છે.રશિયામાં કોરોનાથી સંક્રમિત થનારાઓની સંખ્યા ૩૦.૭૩ લાખથી વધુ થઇ ગઇ છે. જયારે ૫૫,૧૦૭ લોકોના મોત થયા છે.ફ્રાંસમાં લગભગ ૨૬.૩૧ લાખ લોકો આ વાયરસથી પ્રભાવિત થયા છે.

બ્રિટનમાં ૨૩.૮૯ લોકોથી વધુ લોકો સંક્રમિત થયા છે અને ૭૧,૬૭૫ લોકોના મોત નિપજયા છે તુર્કીમાં કોવિડ ૧૯થી અત્યાર સુધી ૨૧.૭૮ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૨૦,૩૮૮ લોકોના મોત નિપજયા છે આટલામાં અત્યાર સુધી ૨૦૬૭ લાખથી વધુ લોકો આ વાયરસથી સંક્રમિત થયા છે અને ૭૩,૦૨૯ લોકોના મોત નિપજયા છે. સ્પેનમાં આ મહામારીથી અત્યાર સુધી ૧૮.૯૩ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૫૦,૪૪૨ લોકોના મોત નિપજયા છે.

જર્મનીમાં આ વાયરસની ચપેટમાં લગભગ ૧૬.૯૨ લાખ લોકો આવી ચુકયા છે તથા ૩૧,૬૫૫ લોકોના મોત નિપજયા છે. કોલંબિયામાં આ જીવલેણ વાયરસથી અત્યાર સુધી ૧૬.૧૪ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે તથા ૪૨,૬૨૦ લોકોએ જીવ ગુમાવ્યો છે એર્જેન્ટીનામાં કોવિડ ૧૯થી અત્યાર સુધી ૧૬.૦૨ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૪૩,૦૧૮ લોકોના મોત નિપજયા છે.

મેકિસકોમાં કોરોનાથી અત્યાર સાધી ૧૪.૦૧ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે પોલેન્ડમાં સંક્રમણના ૧૨.૬૮ લાખથી વધુ મામલા સામે આવ્યા છે તથા ૨૭,૪૫૪ લોકોના મોત નિપજયા છે ઇરાનમાં આ મહામારીથી અત્યાર સુધી ૧૨.૧૨ લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે થતા ૫૪,૯૪૬ લોકોના મોત નિપજયા છે.

યુક્રેનમાં ૧૦.૬૮ લાખથી વધુ આ વાયરસથી પ્રભાવિત થયા છે જયારે ૧૮,૮૦૧ લોકોના મોત નિપજયા છે દક્ષિણ આફ્રિકામાં લગભગ ૧૦૨૧ લાખ લકો પ્રભાવિત થયા છે તથા ૨૭,૫૬૮ લોકો મોતને ભેટયા છે. પેરૂમાં આ વાયરસથી અત્યાર સુધીમાં ૧૦.૦૮ લાખ લોકો સંક્રમિત થયા છે અને ૩૭,૫૨૫ લોકોના મોત નિપજયા છે નેધરલેન્ડમા ંકોરોનાથી ૭.૮૯ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે તથા ૧૧,૩૦૫ લોકોના મોત થયા છે. ઇન્ડોનેશિયામાં સક્રમિતોની સંખ્યા લગભગ ૭.૨૭ લાખ થઇ ગઇ છે જયારે મૃત્યુ આંક ૨૭,૭૦૩ સુધી પહોંચી ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.