Western Times News

Gujarati News

દુનિયામાં પહેલી વખત ‘ડબલ ઇન્ફેક્શન’, દર્દીમાં એક સાથે જોવા મળ્યા કોરોનાના બે વેરિયંટ

નવી દિલ્હી, દુનિયામાં પહેલી વખત કોરોનાના ડબલ ઇન્ફેક્સનનો મામલો સામે આવ્યો છે. બ્રાઝિલમાં દર્દીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે બે કોરોના દર્દી એક જ સમયે કોરોનાના બે વેરિયંટથી સંક્રમિત થયા છે. બ્રાઝીલની feevale uniના રિસર્ચરે 90 સંક્રમિત દર્દીઓના સેમ્પલની સ્ટડી કરી હતી જે દરમિયાન આ રિઝલ્ટ મળ્યું છે.

એક રિપોર્ટ મુજબ, જે બે લોકોમાં ડબલ ઇન્ફેક્શનની જાણકારી મળી છે, એના સેમ્પલ ઉત્તરી બ્રાઝીલના રિયો ગ્રાન્ડે ડો સુલમાંથી લેવામા આવ્યા હતો. આ વેરિયંટને P1 અને P2 નામ આપવામાં આવ્યા છે.

કોરોના વાયરસના P.1 અને P.2 વેરિયંટ બ્રાઝીલના અલગ અલગ રાજ્યમાં પહેલી વખત મળ્યા છે. P.1 વેરિયંટને લઇ વધુ ચિંતા વ્યકત કરવામાં આવી રહી છે. કારણ કે સમજવામાં આવી રહ્યું છે કે વેક્સિનનો પ્રભાવ આ વેરિયંટથી ઓછો હોઈ શકે છે.

લંડનમાં ફ્રાન્સિસ ક્રીક ઇન્સીટીટ્યુટના વર્લ્ડવાઇડ ઇન્ફ્લૂએન્ઝા સેન્ટરના ડાયરેકટર ડો. જોન મુકેલ આ વાતની પુષ્ટિ કરી છે કે એક સમયમાં દર્દી સ્ટ્રેનથી સંક્રમિત હોઈ શકે છે. એવું ફલૂ સાથે પણ થઇ શકે છે. તેમણે ચેતવણી આપી છે કે જૈવિક રૂપથી આ પણ સંભવ છે છે કે બંને કોરોનાના વેરિયંટ દર્દીઓના શરીરમાં એક બીજાથી મળી જાય અને જેનેટિક કોડ અદલા-બદલી કરી લે છે .

હાલ બ્રાઝીલની feevale uniની આ સ્ટડી કોઈ જર્નલમાં પ્રકાશિત થઇ નથ. અને કોઈ વૈજ્ઞાનિકે રીવ્યુ પણ કરી નથી. પરંતુ સ્ટડીના પ્રમુખ રિસર્ચર ફર્નાન્ડો સ્પિલકીએ ભય વ્યક્ત કર્યો છે કે કો-ઇન્ફેક્સનથી નવા કોરોના વેરિયંટ વધુ ઝડપથી ફેલાઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.