દુનિયામાં સંક્રમિતોનો આંકડો ચાર કરોડને ઉપર પહોંચી ગયો
નવીદિલ્હી, દુનિયામાં કોરોના સંક્રમિતોનો આંકડો ચાર કરોડ પાર કરી ગયો છે.જયારે મૃતકોની સંખ્યા ૧૧.૧૫ લાખથી વધુ થઇ ગઇ છે.મહામારીની ચપેટમાં આવેલ ૨.૯૯ કરોડ લોકો ઠીક પણ થઇ ગયા છે.આ દરમિયાન યુરોપમાં ગત એક અઠવાડીયાથી પણ વધુ સમયથી પ્રતિદિન સરેરાશ ૧.૪૦ લાખથી વધુ સંક્રમણના મામલા સામે આવી રહ્યાં છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર આટલા નવા સંક્રમિત તો ભારત બ્રાઝીલ અને અમેરિકાને મિલાવીને પણ નથી શુક્રવારે દુનિયાભમાં રેકોર્ડ ચાર લાખથી વધુ નવા મામલા દાખલ થયા હતાં દુનિયાના દરેક ૧૦૦ નવા મામલામાં ૩૪ યુરોપથી છે. યુરોપમાં દરેક નવ દિવસમાં ૧૦ લાખ સંક્રમિત વધી રહ્યાં છે બ્રિટેન, ફ્રાંસ રશિયા, નેધરલેન્ડ અને સ્પેનમાં સમગ્ર યુરોપના અડધાથી વધુ મામલા મળ્યા છે.ફ્રાંસમાં સૌથી વધુ પ્રતિદિન સરેરાશ લગભગ ૨૦ હજાર નવા કેસ દાખલ કરવામાં આવી રહ્યાં છે.
રશિયામાં ૧૫,૦૯૯ મામલા દાખલ થયા અને ૧૮૭ દર્દીઓના મોત થયા હતાં. મેસિકસોમાં ૫,૪૪૭ નવા મામલાસામે આવ્યા અને ૩૫૫ મોત થયા છે.દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા ૮,૪૭,૧૦૮ થઇ ગઇ છે અને મૃતકોનો આંકડો ૮૬,૦૫૯ પર પહોંચી ગયો છે.
ન્યુઝીલેન્ડમાં એક વ્યક્તિના કોરોના સંક્રમિત થવાની માહિતી મળી છે. ન્યુઝીલૈંડ બે વાર ખુદને કોરોના મુકત જાહેર કરી ચુકયુ છે. જાે કે સમયથી સંક્રમિત વ્યક્તિની ઓળખ કરી તેની સારવાર કરાવવામાં આવી રહી છે.ચીનમાં કોરોનાના ૧૩ નવા કેસ સામે આવ્યા છે.ચીનમાં મૃતકોની સંખ્યા વધીને ૪,૬૩૪ થઇ ગઇ છે.
દરમિયાન સાઉદી આરબમાં સાત મહીનામાં પહેલીવાર મકકાના અલ હરમ મસ્જિદમાં લોકોને નમાજ પઢવાની મંજુરી મળી ગઇ છે. સાઉદી આરબની સરકારી ટેલીવિઝન અનુસાર દેશના નાગરિકો અને ત્યાં રહેનારા નિવાસીઓને હવે આ મસ્જિદમાં જઇ નમાજ અદા કરવાની મંજુરી મળી છે. કોરોનાને ફેલાતો અટકાવવા માટે સાઉદી આરબે સાત મહીના પહેલા મક્કા અને મદીનાની યાત્રા પર રોક લગાવી હતી.HS