દુનિયામાં સાયબર પ્રોફેશ્નલની ભારે અછત વચ્ચે ડીજીટલ યુગમાં ‘સુરક્ષા’નો અભાવ
દુનિયાભરમાં ૩૦ લાખ, સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલની અછત હોવાનો અંદાજ
(એજન્સી) સમગ્ર દુનિયામાં ડીજીટલ ટ્રાન્સફોર્મેશનનો પવન ફૂકાયો છે. જેનાથી ભારત પણ બચી શક્યુ નથી. ડીજીટલ ટ્રાન્સફોર્મેશન જેટલી ઝડપથી વધી રહી છે એટલી જ ઝડપેુ તેના દુષ્પરિણામો પણ સામે આવી રહ્યા છે.
ડીજીટલ ટ્રાન્સફોર્મેશનમાં વધવાની સાથે સાથેે સાયબર એટેકની સંખ્યા અને જાેખમ પણ અનેકગણુ વધી ગયુ છે.
સાયબર એટેકને રોકવા માટે સાયબર સિક્યોરીટીઝ અક્સપર્ટસ ની જરૂર છે.જાે કે ખાટલે મોટી ખોડ એ છે કે વિકસતા ઓનલાઈન સ્પેસને સુરક્ષિત કરવા અને તેનું સંચાલન કરવા માટે સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલોની ભારે અછત છે.
વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (ડબલ્યુઈએફ) તાજેતરના અહેવાલ અનુસાર સમગ્ર દુનિયામાં ૩૦ લાખ સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલની સંખ્યા અત્યંત ઓછી છે. સાયબર પ્રોફેશ્નલો સાયબર લીડરશીપ, ટેસ્ટ અને સિક્યોરીટી સિસ્ટમો પ્રદાન કરી શકે છે. અને અન્ય લોકોને ડીજીટલ સિક્યોરીટીની તાલીમ આપી શકે છે.
સાયબર સિક્યુરીટી પ્રોફેશ્નલ્સની સતત અછત છેવટે આર્થિક વૃધ્ધીમાં અવરોધ ઉભા કરેી શકે છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમે તેના અહેવાલમાં સ્વીકાર્યુ છે કે સાયબર સિક્યોરીટીનુૃ ‘લોકશાહીકરણ કરવાના નવા પ્રયાસો, જેમ કે સિક્યોરીટી રીસ્ક, મેનેજમેન્ટ ટુલ્સ મફતમાં આપવાથી નાની કંપનીઓ અને અન્ય સંસ્થાઓને અમુક અંશે ફાયદો થઈ શકે છે.
સાયબર સિક્યોરીટી પ્રોફેેશ્નલ્સ ર૦ર૧ (ઈફોર્મેેશન) સિસ્ટમ્સ સિક્યોરીટી એસોસીએશન (આઈએસએસએ) અને ઈન્ડસ્ટ્રી એનાલીસ્ટ ફર્મ એન્ટરપ્રાઈઝ સ્ટ્રેટેજી ગૃપ (આઈએઈએસજી) ના સંશોધન અહેવાલ મુજબ સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલ્ની અછત પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં કામનું અતિશય ભારણ, સ્ટાફ વચ્ચે સંઘર્ષ છે.
સાયબર સિક્યોરીટી સ્કીલની અછત સૌથી વધુ અછત ધરાવતા ત્રણ સેકટરો કલાઉડ, કમ્પ્યુટીંગ સિક્યોરીટી, સિક્યોરીટી, એનાલીસ્ટ, ઈન્વેસ્ટીગેશન અને એપ્લીકેશન સિક્યોરીટીનો સમાવેશ થાય છે.
આથી હાલ દુનિયાભરમાં સાયબર સિક્યુરીટી પ્રોફેશ્નલની માંગમાં વધારો થાય છે. સિક્યોરીટી કન્સલ્ટીંગ સેવાઓનું બજાર ૧ર.ર ટકા,ના ચક્રિય વાર્ષિક વૃધ્ધી દર સાથે વર્ષ ર૦રર સુધીમાં ૧પ.૭ કરોડ ડોલરે પહોંચવાની અપેક્ષા છે. સિક્યોરીટી કન્સ્લ્ટીંગ સેવાઓમાં સાયબર સિક્યોરીટીની વ્યુહરચનાઓનું આયોછજન, પોલીસી ડેવલપમેન્ટ અને સિક્યોરીટી આર્કિટેકચરનુૃ નિર્માણ વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
ભારતમાં સિક્યોરીટી ઈમ્પ્પ્લીમેટેશન સર્વિસીસનું બજાર વર્ષ ર૦૧૯માં રર.૧કરોડ ડોલરનુૃ હતુ. ૧૩.ર ટકાના ચેક્રિય વાર્ષિક વૃધ્ધિ દરે વધીને વર્ષ ર૦રરમાં ૩ર કરોડ ડોલરનું થવાનો અંદાજ છે. અસરકારક સાયબર સિક્યોરીટી સ્ટ્રેટેજીને તૈયાર કરવુ સફળ સિક્યોરીટી ઈમ્પલીમેન્ટેશન પર નિર્ભર રહે છે. ભારત પણ કુળ સાયબર સિક્યોરીટી પ્રોફેશ્નલ મેળવવા સંઘર્ષ કરી રહ્યુ છે.