દુનિયામાં સૌથી વધુ સપોર્ટિવ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વ્યવસ્થામાં ઓસ્ટ્રેલિયા પ્રથમ

અમદાવાદમાં ઓસ્ટ્રેલિયન શિક્ષણને પ્રોત્સાહન આપવા ઓસ્ટ્રેલિયન સરકારના ‘સ્ટડી ઓસ્ટ્રેલિયા’ એ રોડ શૉ કર્યો Australian Government’s Study Australia Roadshow to promote Australian Education in Ahmedabad Gujarat
ઓસ્ટ્રેલિયા આંતરરાષ્ટ્રીય સ્તરનાં શિક્ષણ દ્વારા વૈશ્વિક કારકિર્દી બનાવવા ભારતીય વિદ્યાર્થીઓને ટેકો આપે છે તથા વિવિધ લાભદાયક વિઝા વિકલ્પો અને અભ્યાસ પછી કામના અધિકારો દ્વારા ભવિષ્યના વિદ્યાર્થીઓને મદદ કરવા કટિબદ્ધ છે
અમદાવાદ, વર્ષોથી ઓસ્ટ્રેલિયામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું શિક્ષણ મેળવવા અભ્યાસ કરવા, અભ્યાસ પછી કામની તકો મેળવવા અને ગુણવત્તાયુક્ત જીવન જીવવા ઇચ્છતાં વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાંથી વિદ્યાર્થીઓને ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવા માટે આકર્ષિત કરવા ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશને શહેરમાં એક રોડશૉનું આયોજન કર્યું હતું, જેમાં ઓસ્ટ્રેલિયાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને સાથસહકાર આપવા માટે લીધેલી વિવિધ પહેલો વિશે જાણકારી આપી હતી.
ઓસ્ટ્રેલિયાની સરકારે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અને ગ્રેજ્યુએટ્સને નવી વિઝા સપોર્ટ પહેલોની રેન્જ પ્રસ્તુત કરી છે, જેમાં સામેલ છેઃ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા ફી રિફંડ અને કોવિડ-19 વિઝા ફીમાં માફી, અંગ્રેજી ભાષાની કસોટીઓ માટે વધારે સમય અને સ્વાસ્થ્યની ચકાસણી, કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝાનું રિપ્લેસમેન્ટ તથા ‘સ્ટે એન્ડ વર્ક’ ગાળાને લંબાવવો.
ઉપરાંત 19 જાન્યુઆરીથી 19 માર્ચ, 2022 વચ્ચે ઓસ્ટ્રેલિયામાં આવેલા સંપૂર્ણ રસીકરણ ધરાવતા આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાધારકો વિઝા એપ્લિકેશન ફી રિફંડ મેળવવાને પાત્ર હતા. રિફંડ હાલના વિઝાધારકો અને નવા વિદ્યાર્થીઓને લાગુ પડશે. લાયકાત ધરાવતા વિઝાધારકો 31 ડિસેમ્બર, 2022 સુધી કોઈ પણ સમયે ક્લેઇમ કરી શકશે.
1 ફેબ્રુઆરી, 2020ના રોજ કે પછી સ્ટુડન્ટ વિઝા ધરાવતા અને કોવિડ-19ની અસરોને કારણે ઓરિજિનલ વિઝા સમયગાળાની અંદર પોતાનો અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શકનાર ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરતાં વિદ્યાર્થાઓ નવા સ્ટુડન્ટ વિઝા માટે અરજી કરવામાં તેમની સ્ટુડન્ટ વિઝા એપ્લિકેશન ફી (વીએસી)માં મુક્તિ મેળવવાને પાત્ર બની શકે છે.
આંતરરાષ્ટ્રીય સ્ટુડન્ટ વિઝાધારકો માટે કામગીરીના નિયંત્રણોમાં કામચલાઉ છૂટછાટ આપવાનો અર્થ છે –વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ કરવાની સાથે કામ કરી શકે એવા કલાકોની સંખ્યા પર અત્યારે કોઈ નિયંત્રણ નથી. આ ફેરફારોની સમીક્ષા એપ્રિલ, 2022માં થશે. વિદ્યાર્થીઓએ હજુ પણ સંતોષકારક રીતે અભ્યાસક્રમમાં નોંધણી, હાજરી અને પ્રગતિની જરૂરિયાતો પૂર્ણ કરવી પડશે.
1 ફેબ્રુઆરી, 2020થી 14 ડિસેમ્બર, 2021 વચ્ચે કોઈ પણ સમયે ઓસ્ટ્રેલિયાની બહાર રહેલા તથા કોવિડ-19 સાથે સંબંધિત આંતરરાષ્ટ્રીય પ્રવાસન નિયંત્રણોના પરિણામે ઓસ્ટ્રેલિયામાં સમય ગુમાવનાર માન્ય કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા (સબક્લાસ 485) ધરાવતા ગ્રેજ્યુએટ્સને 30 સપ્ટેમ્બર, 2022 સુધી તેમના વિઝાનું એક્ષ્ટેન્શન મળશે. આ એક્ષ્ટેન્શન લાયકાત ધરાવતા ગ્રેજ્યુએટ્સને રિપ્લેસમેન્ટ વિઝા માટે અરજી કરવાની સુવિધા આપશે.
કોર્સવર્ક ગ્રેજ્યુએટ્સ દ્વારા માસ્ટર્સ માટે કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝાધારકો (સબક્લાસ 485) માટે રોકાણનો ગાળો બે (2) વર્ષથી વધારીને ત્રણ (3) વર્ષ કર્યો છે, જે રિસર્ચ ગ્રેજ્યુએટ્સ દ્વારા માસ્ટર્સ માટે હાલની જોગવાઈઓને સુસંગત છે.
રોજગારલક્ષી શિક્ષણ અને તાલીમ (વીઇટી) ક્ષેત્રના ગ્રેજ્યુએટ્સને પણ બે (2) વર્ષના કામચલાઉ ગ્રેજ્યુએટ વિઝા મળશે.
આ પહેલો વિશે ઓસ્ટ્રેલિયાની સરકારની એજન્સી ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનના સીનિયર ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશનર ડો. મોનિકા કેનેડીએ (Dr. Monica Kennedy, Senior Trade & Investment Commissioner, Australian Trade and Investment Commission, Australian Government) કહ્યું હતું કે, “22 નવેમ્બર, 2021 (જ્યારે ઓસ્ટ્રેલિયાની સરકારે જાહેરાત કરી હતી કે, વિદ્યાર્થીઓ માટે સરહદો ખુલશે)થી 18 માર્ચ, 2022 સુધી ભારતીય નાગરિકોએ 28,875 સ્ટુડન્ટ વિઝાની અરજી કરી છે.
ઓસ્ટ્રેલિયાની સરકાર સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા કરવા રાતદિવસ એક કરી રહી છે, જેથી ભારતીય વિદ્યાર્થીઓ વર્ષ 2022માં 1 સેમિસ્ટર માટે તેમનો અભ્યાસ શરૂ કરવા ઓસ્ટ્રેલિયા પરત ફરી શકે એ સુનિશ્ચિત થાય. 22 નવેમ્બર, 2021થી 18 માર્ચ, 2022 સુધી 15,310 વિઝા મંજૂર કરવાની સાથે એપ્લિકેશનમાં વધારા પર સફળતાપૂર્વક પ્રક્રિયા થઈ છે તથા 25,000થી વધારે વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયાની ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ શરૂ કરવા કે ફરી શરૂ કરવા ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.
“ઓસ્ટ્રેલિયન શિક્ષણની ઉચ્ચ ગુણવત્તા, એક્રેડિટેશનના કડક ધારાધોરણો, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે અદ્યતન ટેકો, પ્રસ્તુત અભ્યાસક્રમ અને સૌથી ઊંચા ગ્રેજ્યુએટ રોજગારદક્ષતા દરો પૈકીના એકને કારણે દુનિયાભરમાં એની માગ સૌથી વધુ છે. આ તમામ પરિબળો વિદ્યાર્થીઓ માટે રોકાણ પર શ્રેષ્ઠ વળતર આપે છે.
ઓસ્ટ્રેલિયા દુનિયામાં સૌથી વધુ સપોર્ટિવ આંતરરાષ્ટ્રીય શૈક્ષણિક વ્યવસ્થા પૈકીની એક ધરાવે છે. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજી ફોર ઇન્ટરનેશલ એજ્યુકેશન 2021-2030નું હાર્દ વિદ્યાર્થીનો અનુભવ, વિદ્યાર્થીની સલામતી અને વિદ્યાર્થીઓના અધિકારો છે.”
કોવિડ-19 મહામારી અનપેક્ષિત રીતે ફેલાઈ જવાથી લાખો વિદ્યાર્થીઓના જીવનમાં વિક્ષેપ ઊભો થયો હતો, ખાસ કરીને સરહદી નિયંત્રણો અને સ્વાસ્થ્યલક્ષી જોખમોને કારણે મુશ્કેલીઓ અનુભવનાર આંતરરાષ્ટ્રીય દુનિયાભરનાં વિદ્યાર્થીઓને. તાજેતરમાં ઓસ્ટ્રેલિયન ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ કમિશને ઓસ્ટ્રેલિયાની વિવિધ યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓ માટે તેમની રોજગારદક્ષતા વધારવા સ્ટડી ઓસ્ટ્રેલિયા ઇન્ડસ્ટ્રી ઇમર્સન પ્રોગ્રામ (એસએઆઇઇપી) શરૂ કર્યો છે.
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેના સંબંધો અત્યારે અભૂતપૂર્વ રીતે ગાઢ બન્યાં છે. આપણા બંને દેશો વચ્ચેના સાથસહકારની ઝડપ અને વ્યાપ ઝડપથી વધી રહ્યો છે, ખાસ કરીને આપણી વિસ્તૃત વ્યૂહાત્મક ભાગીદારી પર વર્ષ 2020માં સંમતિ સ્થાપિત થયા પછી.
તાજેતરમાં ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ્ટ મોરિસન અને ભારતના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિખર સંમેલનનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે આપણા સાથસહકારને આગળ વધારીને નવી ઊંચાઈ સર કરવાની આકાંક્ષા વ્યક્ત કરી છે, ખાસ કરીને જ્યારે આપણા આર્થિક સંબંધોમાં સાથસહકારને વધારે ગાઢ બનાવવા અને શિક્ષણ સૌથી વધુ સંભવિતતા ધરાવતું એક ક્ષેત્ર છે.
આ શિખર સંમેલનમાં પ્રધાનમંત્રીઓએ શૈક્ષણિક લાયકાતોને માન્યતા આપવા પર એક કાર્યદળની જાહેરાત કરી હતી, જે ડિલિવરીની વિવિધ પદ્ધતિઓની માન્યતા આપશે, જેમાં ઓનલાઇન અને મિશ્ર શિક્ષણ, જોઇન્ટ ડિગ્રીઓ અને વિદેશી કેમ્પસમાં શિક્ષણ સામેલ છે. આ કાર્યદળ વર્ષના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે શૈક્ષણિક લાયકાતની માન્યતા વધારવા માટે એક વ્યવસ્થા ઊભી કરશે, જેનો અમલ વર્ષ 2023માં થશે.
સ્ટડી ઓસ્ટ્રેલિયા વિશે વધારે જાણકારી મેળવવા અને ભારતીય વિદ્યાર્થીઓને ટેકો આપવા આ લિન્કની મુલાકાત લોઃ https://www.studyaustralia.gov.au/india