દુનિયામાં ૨૪ કલાકમાં ૧૨ લાખ નવા કેસ નોંધાયા

નવીદિલ્હી, ભારતમાં કોરોનાનુ જાેર ઘટી રહ્યુ છે.દુનિયામાં પણ કોરોના જાણે ભુલાઈ ગયો હોય તેમ લાગે છે. જાેકે કોરોના હજી ગયો નથી અને ફરી માથુ ઉંચકી રહ્યો હોય તેમ લાગે છે.કારણકે દુનિયામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના નવા ૧૨ લાખ કેસ સામે આવ્યા છે.જ્યારે ૪૮૮૮ લોકોના મોત થયા છે. દુનિયામાં હજી પણ દક્ષિણ કોરિયા, વિયેતનામ, જર્મની, રશિયા, બ્રિટન અને નેધરલેન્ડ કોરોનાથી પ્રભાવિત છે.
દક્ષિણ કોરિયામાં ૨.૧૦ લાખ નવા કેસ નોંધાયા છે અને ૧૩૯ લોકોના મોત થયા છે.વિયેતનામમાં ૧.૪૭ લાખ નવા કેસ અને ૭૮ લોકોના મોત થયા છે.જર્મનીમાં ૧.૨૨ લાખ નવા કેસ સામે આવ્યા છે.
રશિયામાં ૭૩૦૦૦, નેધલેન્ડમાં ૬૪૦૦૦ કેસ સામે આવ્યા છે.જાપાનમાં ૫૫૦૦૦૦ નવા દર્દીઓ નોંધાયા છે.અમેરિકામાં ૨૫૦૦૦ અને યુકેમાં ૪૨૦૦૦ લોકોને ૨૪ કલાકમાં કોરોના થયો છે.
ભારતની વાત કરવામાં આવે તો ભારતમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૯૯૮ કેસ સામે આવ્યા છે.જ્યારે ૧૦૮ લોકોના જીવ કોરોનાના કારણે ગયા છે.HS