Western Times News

Gujarati News

દુનિયા માટે ચીન સૌથી મોટો ખતરો: ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર

વોંશિગ્ટન, અમેરિકાનાં રાષ્ટ્રિય ગુપ્તચર વિભાગનાં વડા જોન રેડક્લિફએ કહ્યું છે કે દ્વિતિય વિશ્વ યુધ્ધ બાદ ચીન અમેરિકા અને અન્ય મુક્ત દેશો માટે અત્યાર સુધીનું સૌથી મોટું જોખમ છે, રેટક્લિફનું આ નિવેદન ગુરૂવારે એવા સમયે બહાર આવ્યું છે, જ્યારે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર નવા ચુંટાયેલા પ્રમુખ જો બાઇડેન પર બિજીંગ વિરૂધ્ધ કડક વલણ અપનાવી રાખવા માટે ચીન વિરોધી નિવેદનો આપી રહ્યા છે.

ધ વોલ સ્ટ્રીટ જર્નલમાં ગુરૂવારે પ્રકાશિત એક આર્ટિકલમાં રેટક્લિફે લખ્યું ગુપ્તચર વિભાગ સ્પષ્ટ છે કે બિજીંગનો ઇરાદો અમેરિકા અને વિશ્વનાં અન્ય દેશો પર આર્થિક,સૈન્ય અને ટેકનીકલ દ્રષ્ટીએ દબદબો બનાવવાનો છે, તેમણે કહ્યું કે ચીનનાં કેટલાય સ્ટાર્ટ અપ અને ઘણી મોટી કંપનીઓ ચીનની કોમ્યુનીસ્ટ પાર્ટીની પ્રવૃતીને મદદ કરે છે, અને તેનું વર્તન છુપી જાસુસી અને લૂંટ ગણાવે છે.

ચીને અમેરિકાની કંપનીઓની બૌધ્ધિક સંપત્તીઓની ચોરી  કરી છે, તેમની ટેકનીકનાં આબેહુબ ડુપ્લીકેટ વર્ઝન તૈયાર કર્યા અને ફરી બજારમાં અમેરિકા કંપનીઓનું સ્થાન લીધું છે, ટ્રમ્પ વહીવટી તંત્રનાં અધિકારી ચીન વિરોધી વાતો ઘણા મહિનાઓથી કરી રહ્યા છે, અને ખાસ કરીને ચુંટણી દરમિયાન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઘણી વાર કોરોના વાયરસ સંક્રમણનાં પ્રસાર કરવા માટે પણ ચીનને જવાબદાર ઠરાવવામાં આવ્યું હતું કે બાઇડેન ચીનનાં કેસમાં નરમી વર્તી શકે છે, નવા ચુંટાયેલા પ્રમુખ બાઇડેન આ બાબત પર સંમત છે કે ચીન આંતરરાષ્ટ્રિય વેપાર નિયમોનું પાલન નથી કરી રહ્યા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.