દુનિયા હવે મહામારીના અંતની કલ્પના કરી શકે છેઃ ડબલ્યુએચઓ
સંયુક્ત રાષ્ટ્ર, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબલ્યુએચઓ)એ શુક્રવારે જાહેરાત કરી હતી કે, કોરોના વાયરસ વકેસિનની ટ્રાયલના સકારાત્મક પરિણામોનો અર્થ એ છે કે, દુનિયા હવે ‘રોગચાળાના અંતની કલ્પના કરી શકે છે’. જાે કે, તેમણે એમ પણ કહ્યું કે, અમીર અને શક્તિશાળી દેશોએ કોરોના વાયરસ રસીના આ નાસભાગમાં ગરીબ અને નબળા દેશોને કચડી ના નાખવા જાેઈએ.
ડબ્લ્યુએચઓનાં ચીફ ટેડ્રોસ અધાનામે ચેતવણી આપી હતી કે, વાયરસને રોકી શકાય છે, પરંતુ માર્ગ હજી પણ જાેખમથી ભરેલો છે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ રોગચાળાએ માનવતાને તેની શ્રેષ્ઠ અને સૌથી ખરાબ બાબત બતાવી છે. તેમનો ઈશારો ત્યાગ અને બલિદાન, વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રમાં અણધારી સફળતા અને સ્વ હિત, એકબીજા પર આરોપો અને મતભેદો વિશે હતો.
આ સમયે કોરોના વાયરસથી થતાં મૃત્યુ અને ચેપ તરફ ધ્યાન દોરતા ટેડ્રોસે દેશનું નામ લીધા વિના કહ્યું કે, આ બધા વચ્ચે વાયરસ છે અને ફેલાઈ રહ્યો છે. ડબ્લ્યુએચઓ વડાએ વર્ચુઅલ મિટિંગમાં ચેતવણી આપી હતી કે, રસી તેના મૂળમાં રહેલી અતિસંવેદનશીલતાને ઘટાડશે નહીં. તેમણે કહ્યું કે, જ્યારે રોગચાળો સમાપ્ત થાય ત્યારે આપણે ગરીબી, ભૂખ, અસમાનતા અને હવામાન પરિવર્તન જેવા મુદ્દાઓ સાથે કામ કરવું પડશે. ડબ્લ્યુએચઓ વડાએ જણાવ્યું હતું કે, ટનલની પેલી બાજુ પ્રકાશની એક કિરણ ઝડપથી નીકળી રહી છે, પરંતુ વૈશ્વિક જનતાના ફાયદા માટે કોરોના વાયરસની રસી ચોક્કસપણે સમાન વહેંચી દેવી જાેઈએ, ખાનગી ઉત્પાદન તરીકે નહીં. અન્યથા તે અસમાનતામાં વધારો કરશે અને તે લોકોના પાછળ રહેવાનું વધુ એક કારણ બનશે.SSS