દુબઇમાં ભારતીય દંપત્તિની પાક. નાગરિકે ક્રૂર હત્યા કરી

(Pic Via Dubai police Website)
દુબઇ, દુબઇમાં એક ભારતીય બિઝનેસમેન અને તેની પત્નીની પાકિસ્તાની નાગરિક દ્વારા નિર્મમ હત્યા કરી દેવાઇ છે. મીડિયા રિપોર્ટ મુજબ પાકિસ્તાની નાગરિક ચોરીના ઇરાદાથી ભારતીય દંપતીના વિલામાં ઘૂસ્યો હતો. જે પછી હિરેન અધિયા અને તેની પત્ની વિધિ અધિયા મૃત હાલતમાં મળી આવ્યા હતા.
દુબઇ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. દુબઇ પોલીસના જણાવ્યા મુજબ દંપતીની દિકરીએ તેમની હત્યાની માહિતી પોલીસને આપી હતી. પોલીસે જણાવ્યુ કે પરિવાર ગાઢ નિંદ્રામાં હતો ત્યારે આરોપી વિલામાં ઘૂસ્યો હતો અને ચોરી દરમિયાન તેણે ભારતીય દંપતીને ચાકૂના ઘા મારી નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના દરમિયાન દંપતીની પુત્રી પણ આરોપી દ્વારા ઇજા પામી હતી, પરંતુ સંઘર્ષ દરમિયાન તે પોતાની બચાવવામાં સફળ રહી હતી. દુબઇ પોલીસના જણાવ્યા અનુસાર આરોપીએ ગુનો કબૂલી લીધો હતો અને ચોરીની સમગ્ર યોજના વિશે પોલીસને જણાવ્યુ હતું.