દુબઇ એરપોર્ટ પરથી રાહત ફતેહ અલી ખાનની ધરપકડની વાત નીકળી ‘અફવા’
ગાયકે વિડીયો બનાવી આપી જાણકારી
થોડા સમય પહેલાં સમાચાર આવી રહ્યા હતા કે પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે
મુંબઈ,થોડા સમય પહેલાં સમાચાર આવી રહ્યા હતા કે પાકિસ્તાનના પ્રખ્યાત ગાયક રાહત ફતેહ અલી ખાનની ધરપકડ કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું હતું કે પ્લેબેક સિંગરની દુબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. પરંતુ એ માત્ર એક અફવા હતી પ્રારંભિક અહેવાલોમાં અફવા ફેલાવવામાં આવી હતી કે રાહતને યુએઈમાં રોકાણ દરમિયાન બુર્જ દુબઈ પોલીસ સ્ટેશનમાં અટકાયતમાં લેવામાં આવ્યો હતો.
ગાયક ત્યાં સંગીતના વિવિધ કાર્યક્રમોમાં પરફોર્મ કરવા ગયો હતો. આ સમય દરમિયાન, રાહત તેના ભૂતપૂર્વ મેનેજર સાથેના તણાવને કારણે મુશ્કેલીમાં રહી હતી. સલમાન અહેમદે રાહત ફતેહ અલી ખાન વિરુદ્ધ દુબઈ અને અન્ય શહેરોમાં કાનૂની કેસ દાખલ કર્યા છે. તમને જણાવી દઈએ કે, રાહત એક ફેમસ સિંગર છે જેની દુનિયાભરમાં મોટી ફેન ફોલોઈંગ છે. ભારતમાં રહીને પણ તેણે પોતાનું ઘણું નામ કમાવ્યું. બોલિવૂડમાં તેમના નામે ઘણા ગીતો છે, જે આજે પણ લોકોમાં ખૂબ પ્રખ્યાત છે.SS1