દુબઈએ એર ઈન્ડિયાની ફ્લાઈટને 15 દિવસ માટે રદ્દ કરી
નવી દિલ્હી, દુબઈ એરપોર્ટે 15 દિવસ માટે એર ઈન્ડિયા એક્સપ્રેસની તમામ ફ્લાઈટને સસ્પેન્ડ કરી દીધી છે. એટલે કે, 2 ઓક્ટોબર સુધી દુબઈમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ જશે નહીં. 4 સપ્ટેમ્બરના રોજ જયપુર-દુબઈ ફ્લાઈટમાંથી કોરોના સંક્રમિત યાત્રી મળ્યા બાદ દુબઈ સરકારે આ પગલુ ભર્યું છે. દુબઈ સિવિલ એવિએશન એથોરીટીનું કહેવું છે કે, આવું બીજી વખત થયું છે. એર ઈન્ડિયાએ આવી ઘટનાઓને બનતા રોકવા માટે એખ વિસ્તૃત સુધારાત્મક કાર્યવાહી કરવી પડશે. તે બાદ જ 15 દિવસનો પ્રતિબંધ પૂર્ણ થયા બાદ દુબઈ માટે એર ઈન્ડિયાની ફ્લાઈટોની ઉડાનને શરૂ કરવાની પરમિશન મળશે.
એથોરિટી તરફથી કહેવામાં આવ્યું છે કે, દુબઈ આવનારા એક યાત્રીનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા 2 સપ્ટેમ્બરના રોજ તમને પત્ર લખ્યો હતો. તે વ્યક્તિને અન્ય યાત્રિકોને જોખમમાં મુક્યાં હતાં. અને સાથે આ સ્વાસ્થ્ય માટે પણ ગંભીર રિસ્ક છે. તમે તેનાથી અવગત હશો.