દુબઈથી ૩૦ લોકો, યુકેથી આવેલ યુવતી કોરોના સંક્રમિત
અમદાવાદ, કોરોના વાયરસના નવા વેરિયન્ટ એમિક્રોનના કારણે ફરી દુનિયાભરમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. ઘણાં દેશોએ સાઉથ આફ્રિકાના સંક્રમિત દેશો સાથેનો હવાઈ વ્યવહાર તોડી નાખ્યો છે. બીજી તરફ એક્સપર્ટ્સ દ્વારા નવા વેરિયન્ટ સામે કઈ રીતે લડવું તે અંગે રિસર્ચ કરવામાં આવી રહ્યા છે.
આ વેરિયન્ટ સામે રસી કેટલી અસરકારક સાબિત થશે તે અંગે પણ તપાસ કરવામાં આવશે. બેંગ્લુરુમાં ૪૬ વર્ષના ડૉક્ટર કોરોના વાયરસના એમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે, જેઓ હાલ સારવાર હેઠળ છે. ગુજરાતના જામનગરમાં ઝિમ્બાબ્વેથી આવેલા વૃદ્ધ કોરોના સંક્રમિત મળ્યા બાદ તેમના સેમ્પલ જીનોમિક સિક્વન્સ માટે મોકલાયા છે.
અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા ૩૦થી વધુ મુસાફરો કોરોના પોઝિટવ મળ્યા છે. જેમાં સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ દબઈથી આવેલા ૩૦ મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા છે, આ લોકો લગ્ન પ્રસંગમાં ભાગ લેવા માટે ગયા હોવાનું સામે આવી રહ્યું છે.
બીજી તરફ યુકેથી આવેલી વિદ્યાર્થિની પણ કોરોના પોઝિટિવ આવી છે. જીનોમિક સિક્વન્સ માટે યુવતીના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે. જેની તપાસ બાદ જાણવા મળશે કે યુવતીને કોરોનાનું સંક્રમણ છે કે નહીં. બીજી તરફ દુબઈમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપીને પાછા આવેલા લોકોમાં ૩૦ કોરોના સંક્રમિત મળ્યા છે. આ સંક્રમિતોમાં મોટાભાગના યુવાનો છે.
જેમની ઉંમર ૧૬થી ૨૬ વર્ષની છે. હવે આ કોરોના સંક્રમિત લોકો પણ નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટથી સંક્રમિત છે કે કેમ તે અંગે પણ તપાસ કરવામાં આવશે. દુબઈથી આવેલા મુસાફરો હોમ આઈસોલેશનથી લઈને અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ લગ્ન સમારંભમાં ૫૫૦ જેટલા અમદાવાદીઓએ હાજરી આપી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઓમિક્રોનને ગંભીર વેરિયન્ટ માનવામાં આવી રહ્યો છે ત્યારે વિદેશી પરત ફરેલા અને તેમના સંપર્કમાં આવેલા લોકોએ ખાસ કાળજી રાખવાની જરુરી છે. અગાઉ જાેવા મળ્યું છે કે કોરોનાના સામાન્ય કેસ હોય અને પછી ગણતરીના દિવસોમાં આ કેસ બમણી ગતિએ આગળ વધવા લાગે છે અને તેના કારણે ભીડ થતી હોય તેવી જગ્યાઓ પર પ્રતિબંધ મુકવામાં આવે છે.SSS