દુબઈમાં બાલ્કનીમાં કપડાં સુકવવા પર પ્રતિબંધ લદાયો
દુબઈ, ભારતમાં અગાસી કે ઘરની બાલ્કનીમાં કપડા સુકવવા બહુ સામાન્ય વાત છે.જાેકે હવે પર્યટકોના ફેવરિટ ગણાતા દુબઈ શહેરમાં બાલ્કનીમાં કપડા સુકવવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
દુબઈ કોર્પોરેશને નાગરિકોને ટિ્વટ કરીને જણાવ્યુ છે કે, તમારી બાલ્કનીનો ખોટો ઉપયોગ ના કરો અને એવુ કંઈ ના કરો જેનાથી બાલ્કની ખરાબ ના થાય.આ ટિ્વટમાં નિયમોની સાથે સાથે તેના ભંગ બદલ થનારા દંડની જાણકારી આપવામાં આવી છે.
દુબઈ નગરપાલિકાએ વધુમાં જાણકારી આપી છે કે, કપડા સુકવવાની સાથે સાથે બાલ્કનીમાંથી કચરો ફેંકવા પર, બાલ્કની ધોતી વખતે પાણી નીચે પડયુ તો દંડ કરવામાં આવશે.બાલકનીમાં એન્ટેના અને ડિશ પણ લગાવી નહીં શકાય. નહીંતર દંડ ભરવા માટે તૈયારી રાખવી પડશે.
દુબઈ કોર્પોરેશને નિયમોના ભંગ બદલ ૫૦૦ થી ૧૦૦૦ દિરહામ દંડ વસુલવાની ચેતવણી લોકોને આપી છે.SSS