દુબઈમાં વિરાટ કોહલી અને અનુષ્કાનો પૂલમાં રોમાન્સ
અબુ ધાબી: ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી હાલમાં આઈપીએલ ૨૦૨૦ માટે યુએઈમાં છે. વિરાટ કોહલી રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમનો કેપ્ટન છે. તેની સાથે તેની પ્રેગ્નન્ટ પત્ની અનુષ્કા શર્મા પણ છે. મેચ દરમિયાન વિરાટ માટે ચીયર કરતી અનુષ્કાની ઘણી તસવીરો સામે આવતી રહે છે.
પરંતુ, આ વખતે વિરાટ અને અનુષ્કાની એક ખૂબ જ સુંદર તસવીર સામે આવી છે. આ તસવીરમાં કોહલી અને અનુષ્કા એક પૂલમાં નજર આવી રહ્યા છે. તેના પાછળના બેકગ્રાઉન્ડમં ઘણી જ સુંદર બિલ્ડિંગ દેખાઈ રહી છે. આ તસવીરની ખાસ વાત એ છે કે, તેને ક્લિક કરી છે સાઉથ આફ્રિકાના ક્રિકેટર અને આઈપીએલમાં આરસીબી તરફથી રમી રહેલા એબી ડિવિલિયર્સે. વિરાટ કોહલીએ આ તસવીરને પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.
કોહલીએ આ તસવીર શેર કરતા લખ્યું કે, આ તસવીર એબી ડિવિલિયર્સ ક્લિક કરી છે. જણાવી દઈએ કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા પોતાના પરિવારમાં એક નવા સભ્યનું સ્વાગત કરવા ઉત્સુક છે. આ બંનેએ થોડા સમય પહેલા પોતાના ફેન્સને જણાવ્યું હતું કે, તેમના ઘરે આગામી વર્ષે જાન્યુઆરીમાં એક નાનકડા મહેમાનનું આગમન થવાનું છે.
ઉલ્લેખનીય છે કે, ગત જુલાઈ મહિનામાં જ્યારે એબી ડિવિલિયર્સના ઘરે પારણું બંધાવાની વાત બહાર આવી ત્યારે અનુષ્કાએ અભિનંદન આપ્યા હતા. અનુષ્કાએ લખ્યું હતું કે, એબી અને ડેનિયલને અભિનંદન. ઘણા જ સારા સમાચાર છે.
જોકે, અનુષ્કાની આ પોસ્ટ બાદ ફેન્સ વિરાટ અને અનુષ્કાને સવાલ પૂછી રહ્યા હતા કે તમે ક્યારે તમારી ફેમિલીને આગળ વધારવાના છો. ડિસેમ્બર ૨૦૧૭માં લગ્ન કરનારા વિરાટ અને અનુષ્કાએ તાજેતરમાં જ પોતાના ઘરે નાનકડા મહેમાનના આગમનના સમાચાર પોતાના ફેન્સ સાથે શેર કર્યા હતા.
વિરાટ કોહલી અને અનુષ્કા અવાર નવાર એકબીજા પ્રત્યે બોન્ડિંગ દર્શાવતી તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા રહે છે. તાજેતરમાં જ અનુષ્કાની પ્રેગ્નેન્સીના સમાચાર બહાર આવ્યા પછી અનુષ્કાના બર્થ-ડે સેલિબ્રેશનની તસવીર તેમણે શેર કરી હતી. આ ઉપરાંત અનુષ્કાએ પોતાના બેબી બંપ સાથેની કેટલીક તસવીરો શેર કરી હતી, જેના પર પણ વિરાટે ઘણી ક્યુટ કોમેન્ટ કરી હતી, જે તેમના ફેન્સને ઘણી પસંદ આવી હતી.