Western Times News

Gujarati News

દુરદર્શન ટાવર નજીક રીક્ષામાં આવેલા શખ્સોએ છરીઓ મારી યુવાનને લુંટી લીધો

(પ્રતિનિધિ) અમદાવાદ : લુંટારાઓનો ત્રાસ શહેરભરમાં વધી ગયો છે હિંમતલાલ પાર્ક નજીક એક ઘરમાં ઘુસીને યુવાનને બંદી બનાવી તેને બંદુકની નોક પર ઉપર લુંટી લીધાને ગણતરીના દિવસો પસાર થયા છે ત્યાં જ ગતરાત્રે દુરદર્શન ટાવર નજીક ચાલતા જતાં એક યુવકને જબરદસ્તી રીક્ષામાં બેસાડીને તેને ચપ્પુના ઘા ઉપરાછાપરી મારીને લુંટી લેવાની ઘટના સામે આવી છે.

મૂળ રાજસ્થાનના ડુંગરપુરના રહેવાસી અને હાલમાં પકવાન ચાર રસ્તા નજીક આવેલી મારુતિનંદન હોટેલમાં રહી ત્યાં નોકરી કરતો અજય ગૌતમ યાદવ સોમવારે મોડી રાત્રે હોટલની રજા હોવાથી મેમનગર ખાતે ગયો હતો જયાંથી ચાલતાં ચાલતાં એક વાગ્યાની આસપાસ પરત ફરતો હતો

એ સમયે દુરદર્શન ચાર રસ્તા નજીક બે માણસોએ તેને રોકીને કયાં જવું છે અને ને લઈ જઈએ કહીને તેને જબરદસ્તી રીક્ષામાં બેસાડયો હતો તથા થોડે દુર આવેલ મેદાન આગળ અંધારામાં રીક્ષા ઉભી રાખી હતી અજયે પોતાની પાસે ભાડું ન હોવાનું જણાવ્યું હતું જેથી એક શખ્સે તેની પાસેનું ચપ્પુ કાઢીને ઉપરાઉપરી ઘા મારતાં અજય લોહીના ખાબોચીયામાં પટકાયો હતો

જયારે બંને લુંટારાઓ અજયના ખિસ્સામાંથી રોકડ રકમ અને ફોનની લુંટ ચલાવીને ભાગી ગયા હતા ગંભીર રીતે ઘાયલ અજય બાદમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશને પહોચ્યો હતો જયાં તેણે રીક્ષામાં આવેલા બંને લૂંટારા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. ઈજાગ્રસ્ત અજયને બાદમાં હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જયાં તેની સારવાર ચાલી રહી છે પોલીસે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરાના કુટેજ મેળવવાની તજવીજ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.