દુર્ગા પુજા માટે ૨૦૦ રૂપિયા આદિવાસી પરિવારોએ નહીં આપતા સામાજિક બહિષ્કાર કરાયો
ભોપાલ, મધ્યપ્રદેશના બાલાધાટ જીલ્લાના એક ગામમાં ગોંડ જનજાતિના ૧૪ પરિવારોને બે અઠવાડીયાથી વધુ સમય સુધી સામાજિક બહિષ્કારનો સામનો કરવો પડ્યો છે.હકીકતમાં આ પરિવારોનો વાંક બસ એટલો હતો કે આ દુર્ગા પુજા ઉત્સવ માટે ૨૦૦ રૂપિયાનું યોગદાન આપવામાં અસમર્થ રહ્યાં.
કોરોના વાયરસ લોકડાઉન બાદ આ પરિવારોની આર્થિક સ્થિતિ સારી રહી ન હતી જાે કે આ પરિવારોએ પુજા માટે ૧૦૦ રૂપિયાનું યોગદાન આપવાની વાત કરી હતી પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નહીં અને આ પરિવારોના રાશન ખરીદવા અને કામ કરવા પર રોક લદાવી દેવામાં આવી તેનાથી પરેશાન થઇ તેમને જીલ્લા પ્રશાસનનો દરવાજાે ખટખટાવ્યો જેથી આ અઠવાડીયે મામલાનો ઉકેલ આવ્યો.
મળતી માહિતી અનુસાર ૧૪ ઓકટોબરે સ્થાનિક પુજા આયોજકો જાહેર દુર્ગા પુજા સંસ્થાને બાલાઘાટના લમતા ગામમાં એક બેઠક કરી જયાં એ નિર્ણય લેવામાં આવ્યો કે ગામના તમામ ૧૭૦ પરિવાર ઉત્સવમાં ૨૦૦ રૂપિયાનું યોગદાન આપશે પરંતુ ૪૦થી વધુ ગોંડ પરિવારોએ પૈસા આપવામાં અસમર્થતા બતાવી હકીકતમાં લોકડાઉન દરમિયાન આ પરિવારોના લોકો પગપાળા ચાલી ગામ પહોંચ્યા હતાં અને તેમની પાસે આપવા માટે પૈસા ન હતાં સામાજિક દબાણમાં ૨૬ પરિવારોએ આખરે યોગદાન આપ્યું બાકીના ૧૪ પરિવારોએ ૧૦૦ રૂપિયા આપવાની વાત કરી પરંતુ તેનો ઇન્કાર કરી દેવામાં આવ્યો.
દુર્ગા પુજા બાદ ત્રણ નવેમ્બરે એક વધુ બેઠક આયોજીત કરવામાં આવી તેમાં ગામના પ્રતિનિધિઓએ સર્વસમ્મતિથી પાણી તંગા ફરમાન જારી કરવામાં આવ્યું જે અનુસાર કોઇ પણ ગ્રામીણ આ ૧૪ પરિવારથી ન તો વાત કરશે અને ના તો તેમને મળવા જશે તેમને રાશન ખરીદવાની પણ મંજુરી આપવામાં આવી નહીં ત્યાં સુધી કે ગામના ડોકટરો પણ તેમની સારવાર ન કરે તેમ જણાવી દેવામાં આવ્યું.
પરિવારના એક સભ્યે કહ્યું કે અમારી સાથે કોઇને કામ કરવાની મંજુરી અપાઇ નહી જાે કે બાદમાં કંટાળીને તેમણે કહ્યું કે જાે આવું જ ચાલતુ રહ્યું તો ગામના લોકોની વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે અને ત્યારબાદ મામલો ઉકેલવામાં આવ્યો અને સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે.HS