દુર્ગા વિસર્જનમાં પોલીસ ફાયરિંગમાં એકનું મોત
મુંગેર, બિહારના મુંગેરમાં દુર્ગા મૂર્તિના વિસર્જન દરમિયાન પોલીસ અને લોકો વચ્ચે થયેલી અથડામણનો એક વીડિયો વાયરલ થયા પછી ઉગ્ર વિવાદ સર્જાયો છે. આ વાયરલ વીડિયોમાં કેટલાક લોકોને પોલીસ માર મારતા નજરે પડે છે. આ અથડામણમાં એક યુવકનું મોત નીપજ્યું હતું અને છથી વધુ લોકો ઘાયલ થયા હતા. પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર જે રીતે પુતળાના વિસર્જનમાં સામેલ લોકોને માર માર્યો હતો.
આ ઘટના અંગે સોશ્યલ મીડિયા પર યુઝર્સનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પોલીસ કાર્યવાહી અંગે સવાલ ઊભા કરી રહ્યા છે. જિલ્લાના એસપી લિપી સિંહને પણ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આટલું જ નહીં, ઈં મુંગેર ટિ્વટર પર ટોપ ટ્રેડિંગમાં છે. વળી ઈં મુંગેર_નામી ટ્રેંડિંગ છે. આ સાથે, ઈંૐૈહઙ્ઘેન્ૈદૃીજર્ડ્ઢહંસ્ટ્ઠંંીિ પણ ટ્રેન્ડમાં છે. આ મુદ્દે અત્યાર સુધીમાં ૨૩૭૮ થી વધુ ટ્વીટ્સ કરવામાં આવી છે.મળતી માહિતી મુજબ સોમવારે મધરાત્રે મુંગેરના શાદીપુર ખાતેની દુર્ગા પ્રતિમાના વિસર્જન દરમિયાન પોલીસે યુવક પર લાઠીચાર્જ કર્યો હતો. આ દરમિયાન પોલીસે માર માર્યા બાદ ટોળામાં ગુસ્સો ફેલાઈ ગયો હતો અને બંને પક્ષ સામ-સામે આવી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે હોબાળો થયા પછી પોલીસે બચાવ માટે ગોળીબાર કર્યો હતો, જેમાં એક યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ફાયરિંગમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા હતા, જેની સારવાર સદર હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે.
મુંગેર ડી.એમ.રાજેશ મીના અને એસપી લીપી સિંહે પણ આ મામલે ખુલાસો આપ્યો છે. તેમણે આ ઘટનાની બે અલગ અલગ વીડિયો ક્લિપ્સ બહાર પાડી છે. એસપી લિપીસિંહે જણાવ્યું હતું કે વિસર્જન દરમિયાન અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેમાં ૨૦ જવાન ઘાયલ થયા હતા. એક પોલીસ અધિકારીને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એસપી લિપી સિંહે એમ પણ કહ્યું હતું કે, પથ્થરમારો કર્યા પછી અસામાજિક તત્વો તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું. ડી.એમ.રાજેશ મીનાએ જણાવ્યું હતું કે, હાલમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં છે, તેમણે અફવાઓને અવગણવાની અપીલ કરી છે.SSS