Western Times News

Gujarati News

દુલ્હન બનીને રેમ્પ પર ઊતરી શહેનાઝ ગિલ

મુંબઈ, રિયાલિટી શો ‘બિગ બોસ ૧૩’થી પોપ્યુલારિટી મેળવનારી શહેનાઝ ગિલને આજે કોઈપણ ઓળખની જરૂર નથી. તે જ્યાં પણ જાય છે, જે કંઈ પણ કરે છે તેના પર લોકોની નજર રહેશે. શહેનાઝના ફેનપેજ પર તેના વિવિધ વિડીયો અને તસવીરો વાયરલ થતી રહે છે.

હાલ તો ફેન્સ શહેનાઝના બોલિવુડ ડેબ્યૂની આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. એ પહેલા તેણે રેમ્પ પર ડેબ્યૂ કરી લીધું છે. શહેનાઝ ગિલે હાલમાં જ અમદાવાદ ટાઈમ્સ ફેશન વીકમાં ભાગ લીધો હતો. રવિવારે રેમ્પ વૉક માટે અમદાવાદ આવેલી શહેનાઝ ગિલ દુલ્હન બનીને સ્ટેજ પર ઊતરી ત્યારે સૌ મંત્રમુગ્ધ થઈ ગયા.

ડિઝાઈનર સમંત ચૌહાણે ડિઝાઈન કરેલા લાલ રંગના લહેંગામાં શહેનાઝ ગિલ ખૂબ જ સુંદર લાગતી હતી. શહેનાઝે લાલ રંગનો એમ્બ્રોઈડરીવાળો લહેંગો ઓવરલેપ બ્લાઉઝ સાથે પહેર્યો હતો.

ગોલ્ડન વર્કવાળા લહેંગામાં પંજાબી બ્રાઈડ બનેલી શહેનાઝની સુંદરતા છલકાતી હતી. રેમ્પ પર ચાલતી વખતે શહેનાઝ ક્યારેક નવી દુલ્હનની જેમ શરમાતી તો ક્યારેક ગોળ ફરીને લહેંગાનો ઘેર બતાવતી જાેવા મળી હતી. શહેનાઝે પોતાના રેમ્પ વૉકનો વિડીયો સોશિયલ મીડિયા પર શેર કરતાં લખ્યું, ડેબ્યૂ વૉક ખૂબ સરસ રહ્યું.

ટાઈમ્સ ફેશન વીકમાં સુપર ટેલેન્ટેડ ડિઝાઈનર સમંત ચૌહાણના કપડાં પહેરીને ચાલી. અમદાવાદના લોકો મારા માટે આ અનુભવ વધુ ખાસ બનાવવા માટે આભાર. તમારી મહેમાનગતિ અને પ્રેમ અમાપ છે. રેમ્પ પર ઊતરેલી શહેનાઝ ગિલે સ્વર્ગસ્થ સિંગર સિદ્ધૂ મૂસેવાલાના ગીત ‘સોહને લગદે’ પર સ્ટેજ ઉપર જ ભાંગડા કર્યા હતા. ડિઝાઈનર સમંત ચૌહાણ સાથે રેમ્પ પર ઉતરી ત્યારે ભાંગડા કર્યા હતા.

રેમ્પ વૉક કર્યા બાદ શહેનાઝે ઝૂકીને સૌનું અભિવાદન કર્યું હતું. શહેનાઝનું રેમ્પ વૉક જાેઈને ફેન્સ દિવાના થઈ ગયા છે. ડેબ્યૂ રેમ્પ વૉકમાં જ શહેનાઝ ખૂબ કોન્ફિડન્ટ લાગતી હતી. એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું, ‘મને તારા પર ખૂબ ગર્વ છે ગિલ, તેં તારા પહેલા રેમ્પ વૉકમાં જ કમાલ કરી નાખી.’

બીજા એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું, “સૌથી સુંદર પંજાબી બ્રાઈડ. વર્કફ્રંટની વાત કરીએ તો શહેનાઝ ગિલ, સલમાન ખાનની ફિલ્મ દ્વારા બોલિવુડમાં ડેબ્યૂ કરવાની છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.