દુલ્હન રાહ જોતી રહી અને પ્રેમિકા પ્રેમીને ભગાડી ગઈ
જયપુર, રાજસ્થાનના ઝુંઝનુના મેદારામ ઢાણીમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. એક યુવતી લગ્નના થોડા કલાકો પહેલા વરરાજા બનવા જઈ રહેલા પોતાના પ્રેમીને ભગાડીને લઇ ગઈ હતી. બીજી તરફ જેની સાથે લગ્ન થવાના હતા તે દૂલ્હન મંડપમાં પોતાના વરરાજાની રાહ જાેતી રહી હતી.
જ્યારે દૂલ્હનને આ વાતની ખબર પડી તો તેને જાેરદાર ઝાટકો લાગ્યો હતો. આ ઘટના સામે આવ્યા પછી દૂલ્હન પક્ષ તરફથી વરરાજા રવિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળેલી જાણકારી પ્રમાણે કાસની ગામના રવિ કુમારના લગ્ન ધીંગડિયા ગામની કવિતા સાથે થવાના હતા. વરરાજા રવિ કુમાર જાન લઇ જતા પહેલા ઘરેથી બાઇક લઇને ગાયબ થઇ ગયો હતો.
જાન જવાનો ટાઇમ થઇ ગયો હતો પણ વરરાજા મળ્યા ન હતા. સમય પર જાન ના પહોંચી ધીંગડિયા ગામમાં હડકંપ મચી ગયો હતો. વરરાજાને શોધવાનો સિલસિલો શરૂ થયો હતો પણ કોઇ ભાળ મળી ન હતી. આ પછી દૂલ્હને સૂરજગઢ સ્ટેશનમાં વરરાજા રવિ સામે કેસ નોંધાવ્યો હતો. રિપોર્ટમાં દગો આપવાનો આરોપ છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
વરરાજા રવિ કુમાર પોતાના મોટા ભાઈ નવીનના લગ્નમાંથી સવારે જ પરત ફર્યો હતો. આ પછી ઘરેથી ગાયબ થઇ ગયો હતો. આ દરમિયાન તેના મામાએ તેને રોક્યો પણ હતો. વરરાજાની માતાએ રડતા-રડતા કહ્યું કે પોતાની નવવિવાહિત મોટી વહુની આગતા સ્વાગતા કરવામાં લાગી હતી. તેને તો ખબર જ ના પડી કે નાનો પુત્ર ક્યારેય ગાયબ થઇ ગયો.
જ્યારે ખબર પડી તો માહોલ ઉદાસ થઇ ગયો હતો. તેમણે કહ્યું કે એક સાથે બે પુત્રના લગ્ન હતા. મોટા પુત્રના લગ્ન એક દિવસ પહેલા થયા હતા. વરરાજાની લવ સ્ટોરીનો ખુલાસો તે સમયે થયો જ્યારે પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી.
રવિ ગામની એક યુવતીને પ્રેમ કતો હતો. બન્નેને લાગ્યું કે હવે તેમનો પ્રેમ અધુરો રહેશે તો રવિ અને તેની પ્રેમિકાએ ઘરેથી ભાગી જવાનો ર્નિણય કર્યો હતો. મળેલી જાણકારી પ્રમાણે રવિ અને તેની પ્રેમિકાને પરિવારજનો સીકરના નીમકાથાના લઇને આવ્યા છે. જાેકે પોલીસે આ વાતની પૃષ્ટી કરી નથી.SSS