દુષ્કર્મની પીડિતાએ પોલીસ સ્ટેશનમાં જ બાળકને જન્મ આપ્યો
છીદવાડા: મધ્યપ્રદેશમાં બળાત્કારનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીં એક સગીર યુવતી બળાત્કારની ઘટનાની ફરિયાદ માટે પોલીસ મથકે આવી હતી, પરંતુ આ દરમિયાન તેને અચાનક જ પ્રસવપીડા ઉપડી અને તેણીની પોલીસ સ્ટેશન જ ડિલિવરી કરાવવામાં આવી હતી. ઉતાવળમાં પોલીસકર્મીઓએ પોલીસ સ્ટેશનમાં જ બાળકીને ડિલિવરી કરાવી હતી અને હવે આ સગીર યુવતી માતા બની ગઈ છે. હાલમાં માતા અને બાળક બંને સ્વસ્થ છે.
મામલો છિંદવાડાના કુંદીપુરા પોલીસ સ્ટેશનનો છે. મંગળવારે સાંજે યુવતી તેના સાથે થયેલા બળાત્કારની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન પહોંચી હતી અને તે ગર્ભવતી હતી. આવી સ્થિતિમાં અચાનક તેણીએ પ્રસૂતિની પીડાને કારણે ચીસો પાડવા માંડી.આ દરમિયાન પોલીસકર્મીઓને તેણીને હોસ્પિટલમાં લઈ જવા માટે પૂરતો સમય પણ મળ્યો ન હતો અને તેઓએ યુવતીને પોલીસ સ્ટેશનમાં જ ડિલિવરી કરાવી હતી. ડિલિવરી પછી માતા અને બાળક બંનેને નજીકની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
પોલીસ મથકે પહોંચેલી યુવતીએ પોલીસને જણાવ્યું હતું કે નવ મહિનાથી તેના ગામમાં રહેનારા યુવકે તારી સાથે લગ્ન કરીશ તેવો ખોટો વાયદો આપી તેનો બળાત્કાર કર્યો હતો. એ ગર્ભવતી હતી, જ્યારે ત્રણ દિવસ પહેલા તેણે લગ્નની વાત કહી તો તેણે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. પોલીસે યુવતીની ફરિયાદ લઈ પોક્સો એક્ટ હેઠળ કેસ દાખલ કર્યો છે અને આરોપીની ધરપકડ કરી છે. હવે પોલીસ આરોપીની વિરૂદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરશે.